બે સ્થળે સંતાનોના પ્રેમલગ્ન બાબતે વડીલો વચ્ચે હાથાપાઈ


જૂનાગઢ તા,10
જુનાગઢ પંથકમાં સંતાનોએ કરી લીધેલા પ્રેમલગ્ન બાબતે બે જગ્યાએ મારામારી થઇ હોવાનું પોલીસ દફતરે નોંધાવા પામ્યૂં છે.
મેંદરડાના રાજેસર ગામે રહેતા હંસરાજભાઇ લાલજીભાઇ કાનાણીના દિકરાએ મેંદરડાના અણીયાળા ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધેલ હોય જેનું મનદુ:ખ રાખી અભીયાળાના પ્રભાતભાઇ નાથાભાઇ બકોત્રાએ હંસરાજભાઇ કાનાણી (ઉ.55) ઉપર પાઈપ વડે હુમલો કરી આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે બાંટવા ગામે રહેતા કારડીયા ગોપાલ ઉર્ફે બટુકભાઇ બાવાભાઇ રાઠોડના દિકરા દુષ્યંતે રસીક મુળુ કટારીયાની દીકરી સાથે પ્રુમ લગ્ન કરી લીધેલ હોય જેનું મનદુ:ખ રાખી રસીકભાઇ તથા લાલા નામના શખ્સે લાકડી તથા પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. જયારે સામા પક્ષે આ જ બનાવમાં રસીક મુળુ કટારીયાએ તેની દિકરી સાથે પ્રેમ લગ્ન કરી લેનાર દુષ્યંત તથા તેના પિતાએ પ્રેમલગ્ન સંબંધે મનદુ:ખ રાખી પાઈપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે દફતરે ફરીયાદ નોંધાવતા પોલીસે બને ફરીયાદીઓનીફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરેલ છે.