પુત્રવધૂ દલિત હોવાનું માલૂમ પડતાં માર મારીને કાઢી મુકાઈ!


જૂનાગઢ તા, 10
કેશોદના મેર યુવાને દલીત જ્ઞાતિની યુવતી સાથે રજીસ્ટર લગ્ન કરી લઇ ઘેર લઇ જ્ઞાતિ છુપાવવાનું કહેતા અને બાદમાં ઘરમાં જ્ઞાતિ પ્રત્યેની જાણ થઇ જતા યુવાનના માતા-પિતાએ અમારુ ઘર અપવિત્ર કરી દીધુ તેવુ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ કેશોદ પોલીસમાં તેના પ્રેમી પતિ તથા સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કેશોદની યુવતી તૃપ્તીબેન ચંદેભાઇ વઘેરા (ઉ.વ.21)ને કેશોદના એક યુવાને યુવતી દલીત હોવાનું જાણતો હતો છતા યુવતીને પ્રેમજાળમાં ફસાવી રજીસ્ટર લગ્ન કરી લઇ પોતાના ઘરે લઇ જઇ જ્ઞાતિ છુપાવવાનું કહેલું. બાદમાં ઘરમાં યુવતીની જ્ઞાતિ પ્રત્યેની જાણ થઇ જતા તે અમારું ઘર અપવિત્ર કરી નાખેલ છે અને અમોને અભડાવી દીધેલ છે તેમ કહી ભુંડી ગાળો બોલી ઘર છોડનીે ચાલી જજે નહીંતર જાનથી મારી નાખી દાટી દેશુ તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર મારી રામભાઇ પુંજાભાઇ ઓડેદરા, તેના પિતા પુંજાભાઇ ભોજાભાઇ તથા મુધીબેન ભોજાભાઇએ તૃપ્તીબેનને ઘરમાંથી કાઢી મુકી ત્રણેય શખ્સોએ એક મદદગારી કરી શારીરીક, માનસીક દુ:ખ-ત્રાસ આપ્યો હોવાની કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.