હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ભવનાથ

ઐતિહાસિક નગરી જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં ગરવા ગિરનારની ગોદમાં ગઇકાલથી શરૂ થયેલ મીનીકુંભ સમાન મહા શિવરાત્રીના મેળામાં આજે બીજા દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હર હર મહાદેવના નાદથી ગીરીમાળાઓ ગૂંજી ઊઠી હતી. દિગંબર સાધુઓ અને દેશભરમાંથી પધારેલા સાધુ-સંતોના ઉતારાઓ વચ્ચે શ્રદ્ધાળુઓના ઉમટેલા પ્રવાહથી ભવનાથ તળેટી ઘૂઘવી રહી છે અને ભજન-ભોજન તથા ભક્તિનો અનેરો સમન્વય જોવા મળી રહ્યો છે.
લાખો શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા પણ જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ છતાં ભાવિકોના અવિરત પ્રવાહના કારણે તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી રહી છે.
(તસવીર: મિલન જોશી)