હવે વોટ્સએપ દ્વારા પૈસા પણ મોકલી શકાશે

નવીદિલ્હી તા.10
વોટ્સએપ હવે ફક્ત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જ નથી રહ્યું પરંતુ હવે તેના પર આપણે અનેક મહત્વપૂર્ણ કામ કરી શકીએ છીએ. વોટ્સએપને દુનિયાની સૌથી વધારે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ગણવામાં આવે છે. પરંતુ વોટ્સએપ અવારનવારનવા ફિચર્સ લઇને આવે છે જેના કારણે તે વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે. તાજેતરમાં જ વોટ્સએપ પર ગ્રુપ વિડિયો કોલિંગ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. વોટ્સએપે હવે ભારતીય યુઝર્સ માટે પેમેન્ટ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફિચર હાલ વોટ્સએપના બિટા બિલ્ડમાં છે અને તે હાલ તમામ લોકો માટે ઉપલબ્ધ નથી. કંપનીએ અગાઉ યુપીઆઇ માટે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક જેવી ભારતીય બેન્કો સાથે મળીને કામ કરી રહી છે.