જાફરાબાદમાં પ્રેમીની અન્યત્ર સગાઇ થતા પ્રેમિકાનો આપઘાત


અમરેલી તા.9
જાફરાબાદની એક યુવતિને જે યુવાન સાથે પ્રેમ સંબંધ હતો તે યુવાનની સગાઇ અનય છોકરી સાથે થઇ જતાં પ્રેમમાં નાસી પાસ થઇ લાગી આવતા પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.
પ્રાપ્ત વિગત મુજબ જાફરાબાદના રામઢોરા વિસ્તારમાં રહેતી હેતલ જીતુભાઇ રાઠોડ (ઉ.વ.18) નામની યુવતિને આજ ગામના શૈલેષ બાબુ મજેઠીયા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયેલ હોય, પરંતુ યુવાને અન્ય યુવતિ સાથે સગાઇ કરી લેતા પ્રેમમાં પાગલ બનેલ યુવનિે લાગી આવતા ગત તા.3ના રોજ પોતાના ઘરે બાથરુમમાં રાખેલ એસીડની બોટલમાંથી એસીડ ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયેલ હતી જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા ભારે અરેરાટી ફેલાયેલ છે.