સંબંધોમાં મિઠાશ લાવનારો દિવસ એટલે ‘ચોકલેટ ડે’

વેલેન્ટાઇન વીકનો ત્રીજો અને સંબંધોમાં મિઠાશ લાવનારો દિવસ એટલે ચોકલેટ ડે. બાળકથી લઇ વડીલો સુધીનાને ચોકલેટ પસંદ હોય છે. અનેક પ્રસંગોએ ચોકલેટની ભેટ આપતા હોય અને ચોકલેટ સ્વીટ ડીશના રૂપમાં તો જાણીતી છે જ પરંતુ જ્યારે વાત એકરાર-એ-મહોબ્બતની હોય ત્યારે તો ચોકલેટનું મહત્વ ઘણું જ વધી જાય છે. ચોકલેટની વાત આવે ત્યારે મીઠાશ યાદ આવી જાય છે. અહીં સંબંધોની મીઠાશ વધારવા માટે પ્રિય પાત્ર તેમજ આસપાસના સ્વજનોને ચોકલેટ આપી ખુશી વ્યકત કરવાનો તહેવાર છે. કયારેક એવો પ્રશ્ર થાય કે ચોકલેટ જ શા માટે ? અન્ય કોઇ મીઠાશથી સંબંધોમાં મીઠાશ ન આવે ? કારણ કે પહેલા ડાર્ક ચોકલેટ વધુ ખવાતી હતી અને આ ચોકલેટમાં ડીપ્રેશન દુર કરવાના ગુણો રહેલા હોય છે. આથી સ્વજનને મળવા જાય ત્યારે હુંફની સાથે ડીપ્રેશન ઓછુ થાય તેવી મીઠાશ આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય માટે ચોકલેટ-ડેની ઉજવણી કરાય છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)