‘નીટ’ ટેસ્ટ માટે ઓનલાઇન રજિ. 9 માર્ચ સુધી થઇ શકશે


એનઆરઆઇ પરીક્ષાર્થીએ રજિ.માં પાસપોર્ટ નંબર અને આધાર નંબર આપવો ફરજિયાત
અમદાવાદ તા.9
સીબીએસઈ દ્વારા આગામી યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની નીટનું વિધિવત નોટિફિકેશન જાહેર કરી દેવાયુ છે.જે મુજબ 6ઠ્ઠી મેના રોજ દેશભરમાં નીટ લેવાશે અને જે માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 8મી ફેબુ્રઆરીથી શરૃ કરી દેવાયુ છે.જે 9મી માર્ચ સુધી કરી શકાશે. પીજી મેડિકલ ડેન્ટલ પ્રવેશ માટેની નીટ લેવાયા બાદ હવે યુજી મેડિકલ -ડેન્ટલ પ્રવેશ માટેની નીટ લેવામા આવનાર છે.ધો.12 સાયન્સ પછીના એમબીબીએસ કોર્સમાં પ્રવેશ માટેની નીટ 2018નું વિધિવિત નોટિફિકેશન સીબીએસઈ દ્વારા જાહેર કરી દેવાયુ છે. જે મુજબ 9 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને જેમાં ઓપન કેટેગરીમાં 1400 રૃપિયા રજિસ્ટ્રેશન ફી તથા અનામત કેટેગરી માટે 750 રૃપિયા રજિસ્ટ્રેશન ફી છે.
વિદેશી વિદ્યાર્થી, વિદેશી ભારતીય વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશનમાં પાસપોર્ટ નંબર લખવો ફરજીયાત છે. જ્યારે વિદ્યાર્થીઓએ આધાર નંબર આપવો ફરજીયાત છે. 9થી વધુ ભાષાઓમાં પરીક્ષા લેવાશે તથા 6ઠ્ઠી મેના રોજ રવિવારે સવારે 10થી 1 દરમિયાન પરીક્ષા લેવાશે.જેમાં ફીઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયના 180 પ્રશ્નો હશે.ગત વર્ષે નીટમાં અલગ અલગ પેપર સહિતના અનેક વિવાદો બાદ આ વર્ષે નીટમાં એક પેપર વિવિધ ભાષામાં ટ્રાન્સેલટ થઈને પુછાશે. ફોર્મ ભરનાર વિદ્યાર્થી ઉમેદવારની ઉંમર 17 વર્ષની હોવી જોઈએ અથવા એમબીબીએસમાં એન્ટ્રી સમયે 31 ડિસેમ્બર 2018ના રોજ 17 વર્ષ પુરા થવા જોઈએ. આમ 17 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 25 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.   અનામત વિદ્યાર્થી માટે પાંચ વર્ષની છુટછાટ છે. ઓપન સ્કૂલિંગમાંથી ભણનાર વિદ્યાર્થી નીટ નહી આપી શકે.સીબીએસઈ દ્વારા નીટ 2018ની પરીક્ષા માટેની નવી વેબસાઈટ તૈયાર કરાઈ છે જો કે ઓનલાઈન ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ વેબસાઈટ અંડર ક્ધસ્ટ્રકશન હોવાથી ખુલતી ન હતી.