આર્મી-એરફોર્સના નામે કચ્છ લવાતો 56 લાખનો દારૂ પકડાયો

પોલીસની આંખમાં ધૂળ નાખવા ચલણ અને બિલ્ટી આર્મી-એરફોર્સના નામે નકલી બનાવ્યા હતા
દારૂના ક્ધટેનર પર આર્મી-એરફોર્સના સીલ મારી પેક કરાયું હતું: હરિયાણાના બૂટલેગરો બેલગામ
ભુજ તા.9
ટ્રકમાં બનાવેલા છુપા ખાનાંઓમાં અથવા ઘઉં કે અન્ય અનાજના જથ્થામાં દારૂ સંતાડીને લાવવાના કીમિયા તો હવે સામાન્ય બન્યા છે પરંતુ સ્ટેટ મોનિટરીંગ ટીમે પલસાણા પાસેથી પકડેલા પ6 લાખના દારૂના કેસમાં તો એવો ઘટસ્ફોટ થયો છે કે આ જથ્થો કચ્છમાં આર્મી-એરફોર્સને પહોંચાડવાનો હોય એવા નકલી કાગળ અને સીલનો ઉપયોગ કરાયો હતો! કચ્છમાં આર્મી અને એરફોર્સમાં પહોંચાડવા માટેનો દારૂ બતાવીને અડધા કરોડથી વધુના શરાબની હેરાફેરીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડી હતી. સુરતના પલસાણા નજીકથી પ6 લાખની કિંમતનો શરાબ પોલીસે ઝડપી પાડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત નજીકના પલસાણા પાસેથી સ્ટેટ મોનિટરીંગની ટીમે સચોટ બાતમીને આધારે શરાબનો વિક્રમી જથ્થો ઝડપી પાડ્યો હતો. હરિયાણા પાસીંગની ટ્રક એચઆર. પપ. 9774 નંબરની ક્ધટેઈનર ટ્રકમાંથી પોલીસે 11,41ર નંગ દારૂની બોટલ કિં.રૂા. પ6 લાખ, તેમજ ર0 લાખની ટ્રક સહિત રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 77 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ટ્રક ચાલક અમૃતસરના યુવાન ગોવિંદસિંઘ મજબીસિંઘની પણ ધરપકડ કરાઈ છે. જ્યારે ટ્રકનો કલીનર જીતેન્દ્ર ઉર્ફે બગ્ગા નામનો શખ્સ નાસી છુટ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ જથ્થો રાજેશ મલ્હોત્રા નામના શખ્સે મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને રાહુલ નામનો શખ્સ માલની ડિલીવરી લેવા આપવાનો હતો. અડધા કરોડના દારૂની હેરાફેરીમાં મહત્વનું એ છે બુટલેગરોએ પોલીસથી બચવા માટે આર્મી અને એરફોર્સના ચલણ અને બીલ્ટી નકલી બનાવ્યા હતા. તેમજ દારૂથી ભરેલા ક્ધટેઈનરને લશ્કરી અને વાયુદળના સીલ મારીને પેક કરવામાં આવ્યું હતું. ત્યારે માલના કાગળો જોઈને પોલીસ ટુકડી પણ મુંઝવણમાં મુકાઈ હતી અને શંકાને આધારે છાનભીન કરતા ગેરકાયદેસર શરાબનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે બુટલેગરોએ પણ દારૂની હેરફેર માટે સુરક્ષા એજન્સીઓના નામે તરકટ અપનાવ્યાનું જાણવા મળ્યું છે તેથી પોલીસને પણ વધુ સતર્કતાથી કામગીરી કરવી પડશે. નકલી સીલ: સુરક્ષા મુદ્દે પણ ઉઠતા અનેક સવાલ
આર્મી અને એરફોર્સના જે સીલ મરાયા હતા. તે નકલી હતા કે સાચા પરંતુ ચોરાઉ હતા? તે પ્રશ્ર્ન મહત્વનો બન્યો છે. જે પણ હોય, પ્રાથમિક નજરે સાચા જેવા લાગતા સીલની અસલિયત જો તત્કાલ ખબર ન પડે તો અન્ય કામોમાં પણ તેનો દુરૂપયોગ થઇ શકે! દેશની સુરક્ષા માટે એ કેટલું જોખમી એ સવાલ ઉઠયા છે.