કચ્છમાં આડેસર નજીક ચાર ફલેમિંગો મૃત હાલતમાં મળ્યા

ભૂજ,તા.9
કચ્જના આડેસર પાસે 4 ફેલેમિંગોના મૃત હાલત મળી આવતાં વન તંત્ર દોડતું થયું છે.
આડેસરથી સાંતલપુર જતા હાઈવે ઉપર આડેસર વન વિભાગે પોલીસ ચેક પોસ્ટ આગળના ભાગે 4 ફલેમીંગો મૃત હાલતમાં મળી આવ્યા હતા ઘટનાની જાણ કચ્છ વિભાગના ડીએફઓ તેમજ એસીએફ શ્રી ઠક્કર તેમજ આડેસર રેન્જના આરએફનો શ્રી જાડેજાને જાણ કરાતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ જંગલ ખાતાના અધિકારીઓએ મૃત ફેલેમિંગોનો કબજો મેળવી આ પક્ષીઓના મૃત્યુ કેવી રીતે થયું તે માટે પોસ્ટ મર્ટમ કરાવ્યા બાદ જ તેના મૃત્યુનું કારણ જાણી શકાય તેમ છે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ કામગીરીમાં એચ.પી. પટેલ, શ્રી રાઠોડ તેમજ મનીષભાઈ જોડાયા હતા. હાલમાં જ ફલેમિગો મોત થયાની શાહી શુકાઈ નથી ત્યાં બીજી ઘટના બનતા પક્ષી પ્રેમિઓ રોષ વ્યાપ્યો છે.