હળવદમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન


હળવદ,તા.9
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નિમિત્તે તથા લાભાર્થે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
સહજાનંદ આશ્રમ દિઘડિયા ખાતે મહામંડલેશ્વર સ્વામી સહજાનંદ ગિરિજી મહારાજે એક સર્વ જ્ઞાતિય ભવ્ય સમુહ લગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં તેવીસ દીકરીઓને કરિયાવર ની નાની મોટી ભેટ સોંગાદો આપવામાં આવી હતી. આવા ઊચ્ચ વિચારને પ્રોત્સાહિત કરવા તથા બિરદાવવા માટે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા એક દિવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો. (તરવીર:હરીશ રબારી- હળવદ)