જીવન દર્પણનો મર્મ વ્યાસપીઠ પરથી સમજાવતા બાપુ

રામ રસપાન સાથે સામાજીક-વિજ્ઞાનનું પણ મહત્વ
જાણી રસતરબોળ બનતા શ્રાવકો સાવરકુંડલા તા.9
પૂજય બાપુએ એક નાનકડી બોધકથાની આજના દિવસે કથારંભ કરતા કહ્યું કે મારા અંત:કરણમાં જે પવિત્ર શબ્દોની નોંધ છે એમાં પવિત્રતા શબદ સાધુ છે. આપણે ત્યાં બે શબ્દો છે, સાધુ અને સંત એક જ પરમ વ્યકિતત્વ માટે આ બે શબ્દો વપરાયા છે. તયારે એની પાછળનું કોઇ કારણ તો હોય જ કોઇ કહે છે કે જે ગૃહસ્થ હોય એને સંત ગણાય અને જે વિરકત હોય એને સાધુ કહેવાય.
એડ જેનું જીવન દર્પણની જેમ સામું હોય તે સાધુ પછી તે હિન્દુ હોય, મુસ્લીમ હોય, ઇસાઇ હોય જૈન હોય કે અન્ય કોઇ હોય પણ મુળમાં તો આપણો સનાતન ધર્મ છે. એટલે સાધુ બધા સમાન છે. સનાતન ધર્મના મુળ નીચે નથી. એ તો ઉર્ઘ્વમૂલ છે તેને કોઇ કાઢી નાખી શકે એવી તાકાત કોઇમાં નથી.
કોઇપણ સાચા સાધુને કદી કોઇ એના પગે પડે એવી ઇચ્છા જ ન હોય, સાધુ અભરખા વિનાનો હોય અને પગરખા એટલે કે પદ વિનાનો હોય સાધુની બીજી વ્યાખ્યા સાધુનુ જીવન સાચું હોય, સાધુ પુરૂષ કદી ખોટું બોલી જ ન શકે. જેના વિચાર સાચા, આચાર સાચો અને ઉચ્ચાર સાચો એ સાધુ ત્રીજું, જેનું જીવન સારું એ સાધુ મર્યાદા તો દરેક માણસમાં હોય, પુર્ણ તો માત્ર પરમાત્મા છે. પણ પ્રમાણમાં જેનું જીવન સારુ એ સાધુ
ચોથું જેનું જીવન સાદુ એનું નામ સાધુ જેની વાણી, વેશ, વર્તન ભોજન અને વ્યવહાર સાદો એનું નામ સાધુ
પાંચમું જેનું જીવન સાબુ જે આપણા જીવનના મેલ કાઢી નાખે એ સાધુ
પૂણીના ત્રણ અર્થ તુલસીજીએ કર્યા છે. કપાસ નીરસ હોય છે એટલે કે કોઇ શર્ત વિના, ઇદમ ન મમ કહીને જે દાન સાથે એ તેનું એક લક્ષણ છે. કળીયુગમાં દાતા તરીકે નામ ભલે આપો પણ અંતે તો આપણે બધા એ અસ્તિત્વમાં વિલિન થઇ જવાનું છે. કપાસનું બીજું લક્ષણ છે. શ્ર્વેતપર્ણ સાધુનુ જીવન સફેદ, દાગ વગરનું હોવું જોઇએ. અને ત્રીજું લક્ષણ છે. ગુણવાળુ હોય કપાસમાં રેસા છે. જેમ તમારા પરિવારમાં નાના મોટા રેસાઓથી રુનુ ઝીડવું બને છે એ રીતે કપાસ રુપી સાધુનું જીવન ગુણીયલ હોય છે. એનાથી તાણાવાણા વણાય છે. સાવરકુંડલામાં ચાલતી રામકથામાં મુખ્યમંત્રી ઉ5સ્થિત રહ્યા હતા.
(તસ્વીર:- સૌરભવ દોશી- સાવરકુંડલા)