તાલાળાના ભોજદેમાં આચાર્ય સંઘનું 48મું અધિવેશન યોજાયું

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ વાહનોના ગોલ્ડન સીલ્વર નંબરોની હરરાજી સોમનાથમાં મહાશિવરાત્રી નિમિતે વાહનોની અવર જવર પર પ્રતિબંધ વેરાવળ તા.9
તાલાળા પાસે મધ્યગીરમાં ભોજદે ગામે ગુજરાત રાજ્ય આચાર્ય સંધનું 48 મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશનનો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે પ્રારંભ થયો હતો. ત્રણ દીવસ ચાલનારા આ અધિવેશનમાં રાષ્ટ્રીય, રાજ્ય પારીતોષીક વિજેતા આચાર્યો, બોર્ડ મેમ્બરો, શ્રેષ્ઠ પરિણામો લાવનાર આચાર્યોના સંતાનોનું બહુમાન કરવામાં આવનાર છે.
અધિવેશનનો પ્રારંભ કરાવી શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવેલ કે, રાજ્ય સરકાર બાળકોનાં સર્વાગી ઘડતર અને તેમની ઉજ્જવલ કારકીર્દી માટે પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકારની સાથે સંકળાયેલા આચાર્યો, શિક્ષકો તેમજ વાલીગણનાં સામુહિક પ્રયાસોથી આપણા બાળકોનું ભાવિ ઉજ્જવલ બનાવવાનું છે.
શ્રેષ્ઠ પરિણામ લાવનાર આચાર્યોઓના સંતાનો, એવોર્ડ વિજેતા આચાર્યોને શુભેચ્છા પાઠવી શિક્ષણમંત્રી એ જણાવેલ કે, ખાનગી શાળાઓમાં પણ ફી માં રાહત અપાવી ગરીબ લોકોનાં સંતાનોને સંસ્કાર સાથેનાં શિક્ષણ માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે આચાર્યોના વહિવટી અને શૈક્ષણિક પ્રશ્નો અંગે રાજ્ય સરકાર હકારત્મક ઉકેલ લાવવાં પ્રયાસો અંગે પણ વિગતો આપી હતી.
નગરપાલિકા તાલાળામાં નેશનલ લેવલ શ્રેષ્ડતા પ્રાપ્ત કરનાર મોરી રમઝાન, ભાલીયા અઝરુદીન, ભાલીયા સમીરનું સન્માન નિજાનંદબાપુ અને આચાર્ય સંધના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકીએ કરેલ હતું. આ પ્રસંગે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ હાજર રહેલ અને જાણીતા સાહિત્યકાર જય વસાવડા એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભુપેન્દ્ર જોષીએ કરેલ અને રાજ્યભરમાંથી હાઇસ્કુલનાં આચાર્યો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પેન્શનરો જોગ
ગીર સોમનાથ જિલ્લા તિજોરી કચેરી ખાતે થી પેન્શન મેળવતા જિલ્લાના પેન્શનરોએ આધારકાર્ડની વિગત આપેલ ન હોય તેવા પેન્શનરોએ તા.15-02-2018 સુધીમાં આધારકાર્ડની નકલ પી.પી.ઓ. નંબર, બેંક ખાતા નંબર દર્શાવી જિલ્લા તિજોરી કચેરી વેરાવળ ખાતે રજુ કરવા સર્વે પેન્શનરોને જણાવેલ હોવાનું જિલ્લા તિજોરી અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવેલ છે.
ગોલ્ડન-સીલ્વર નંબરોની હરાજી
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગીર સોમનાથ દ્રારા મોટર સાયકલ દ્રીચક્રીય વાહનોની નવી સીરીઝ જી.જે.32.એચ (એચ) માં બાકી રહેલ ગોલ્ડન-સીલ્વર નંબરોની હરાજી તા.15-02-2018 ના રોજ ખોલવામાં આવનાર છે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા મોટર સાયકલના માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-7 માં ઓનલાઈન વિિંાં://ાફશિદફવફક્ષ. લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ પર કરાવી શકાશે.
તા.10 થી તા.12 સુધી હરાજી માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી અરજી કરવાની રહેશે. તા.13 થી તા.14 દરમ્યાન ઓનલાઈન હરાજીનું બશમમશક્ષલ ઓપન થશે. તા.17 ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ રાજેન્દ્રભુવન રોડ, બિરલા મંદિર પાસે, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાનું રહેનાર છે. વાહન વેચાણ લેટરમાં વેચાણ તારીખ થી 60 દિવસની અંદર અરજદારો આ હરાજીમાં ભાગ લેવા હરજી કરી શકશે. સમય મર્યાદા બાદ આવેલી અરજી રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વેરાવળની યાદીમાં જણાવેલ છે.
સોમનાથ મહાશિવરાત્રી પર્વ નિમિતે વાહનોની અવર-જવર પર પ્રતિબંધાત્મક આદેશ
સોમનાથ ખાતે પર્વ નિમિતે આગામી તા.10 થી તા.14 દરમ્યાન સોમનાથ મંદિર મુકામે બ્હોળી સંખ્યામા યાત્રાળુઓ એકત્રિત થનાર હોય અને તેમની અવર-જવરના કારણે અકસ્માતનો કોઈ બનાવ બનવા ન પામે અને લોકોની સલામતિ જળવાઈ રહે તે માટે તા.12 ના રોજ છ કલાક થી તા.14 ના રોજ રાત્રીના આઠ કલાક સુધી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. પોલીસ, મેડીકલ તથા અન્ય સરકારી વાહનો તેમજ એસ.ટી.બસો તથા ટુ વ્હીલર સિવાય તમામ વાહનો સફારી હોટલ બાયપાસ તરફથી તમામ પ્રકારના વાહનો એક માર્ગીય રીતે વેણેશ્ર્વરના રસ્તે થઈ ગૌરીકુંડ પાસેના પાર્કીંગ સ્થળે પાર્ક કરવા, ગૌરીકુંડ પાસેના પાર્કીંગમા પાર્ક થયેલા વાહનો પરત જતી વખતે ગુડલક સર્કલ થઈ બહાર જઈ શકશે. આ રીતે આવક-જાવક બન્ને વન-વે રસ્તાઓ રહેશે. એસ.ટી.બસ હાલના ચાલુ રસ્તા પ્રમાણે ગુડલક સર્કલથી પ્રભાસ પાટણ એસ.ટી.બસ સ્ટેન્ડ સુધી તેમજ ટુ-વ્હીલર ગુડલક સર્કલથી વેણેશ્ર્વર ખાતે થયેલ પાર્કીંગ સ્થળ સુધી જઈ રહેશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમ તા.12 ના રોજ છ કલાક થી તા.14 ના રોજ રાત્રીના આઠ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મા જણાવેલ શિક્ષાને પાત્ર થશે. ભોજદેમાં રાજય આચાર્ય સંઘનું 48મું અધિવેશન યોજાયું હતુ. તસ્વીર: રાજેશ ઠકરાર વેરાવળ