મુન્દ્રા પોર્ટ પર દાણચોરોની ઠરી નજર: સ્કેનરના અભાવે રેઢાપડ

જેએનપીટી પર સ્કેનર લાગતાં હવે મુન્દ્રા પર ડોળો !

ભુજ,તા.9
કચ્છમાં આયાતી માલ પરની ડ્યુટી અને પાર્ટ ચાર્જીસ બચાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે ત્યારે એ હકીકત પણ સોચનીય બજી છે કે જેએનપીટી પર સ્કેનર લાગી ગયા બાદ દાણચોરોની પણ નજર મુન્દ્રા પોર્ટ પર મંડાયો છે.
વિકાસ પથ પર નિરંતર ગતિ કરી રહેલા કચ્છની પ્રગત્તિ પછવાડે જિલ્લાના બંદરોનો પણ સિંહ ફાળો રહેલો છે. મુંદરા મધ્યે આવેલ ખાનગી અદાણી પોર્ટ યશ કલગીમાં થઈ રહેલા ઉત્તરોતર વધારા પગલે વિદેશનો બંદરી ટ્રાફિક પણ આ પોર્ટ તરફ આકર્ષાઈ રહ્યો છે. જેના લીધે દેશ નહીં પરંતુ હવે તો વિદેશોના પણ મેજર પોર્ટમાં આ પોર્ટની ગણના થવા લાગી છે. પરંતુ બંદરીય ટ્રાફિકથી સતત ધમધમતા આ પોર્ટ પર સ્કેનર ન હોઈ દાણચોરો માટે વર્તમાને સ્વર્ગ સમાન બની જવા પામ્યું છે.
એક સમયે આયાત- નિકાસ કારો માટે માનીતા રહેલા જેએનપીટી પર સ્કેનર લાગી જતા હવે દાણચોર તત્ત્વોનો મલીન ડોળો મુંદરાના અદાણી પોર્ટ પર મંડરાયો છે. પાછલા થોડા મહિનાઓ દરમિયાન આ પોર્ટ પરથી દાણચોરીના બનાવો એકાએક વધી જવા પામ્યા છે. મુખ્ય કારણ એ છે કે, અનેક રજૂઆતો બાદ પણ આ પોર્ટ પર સ્કેનર લગાવવામાં આવેલ નથી. સોનું હોય કે પછી સોપારી કે પછી અન્ય ચીજવસ્તુઓ મિસ ડિકલેરીશન દ્વારા આ પોર્ટ પરથી તેની વ્યાપક પ્રમાણ દાણચોરી કરવામાં આવી રહી છે. અદાણી પોર્ટ ગુજરાત અને વિજાગ પાર્ટ ઓરીસ્સા ગૌતમભાઈ અદાણી હસ્તકના પોર્ટનો વિકાસ થયેલ છે અને આ પોર્ટો પરથી ક્ધટેનરોનું મોટા પ્રમાણમાં હેન્ડલીગ ગઈ રહ્યું છે. ત્યારે દેશની સુરક્ષાની પ્રાથમિકતા આપી આ પોર્ટ પર સ્કેનર લગાવવામાં આવે તેવી માંગ આયાત નિકાસ કારો દ્વારા પણ થઈ રહી છે. ડી.આર.આઈ દ્વારા ગઈકાલે માલ પકડાયેલ તે અગાઉ કયા કારણસર ક્ધસાઈમેન્ટ નોટીસ આપી છોડેલ અને કોના ઈશારે તે પણ શંકા પ્રેરે તેવું છે. તો મુન્દ્રા કસ્ટમના કેટલાક જવાબદારો પણ શંકાના દાયરામાં છે. માલ ઈમ્પોર્ટ થાય ત્યારે નેધરલેન્ડથી બીલ.એલ(બીલ ઓફ લેન્ડીંગ) સાથે પેકીંગ લીસ્ટ આવે તેમાંથી બીલ ઓફ એન્ટ્રી બને. એફ.ઓ.બી વેલ્યુ એજન્ટ ડીકલેર ખોટી કરે તો બાકીના પૈસા હવાલા દ્વારા જતા હોય છે આમ સ્ક્રેેપ, રબ્બર માટે ફ્રેશ ટાયર માટે પુરી ડ્યુટી ડોલરમાં ભરવી પડે છે.
ચાર્જ પોર્ટ ભરવો પડે તેનું સ્ટોરેજ સર્ટીફિકેટ આ કાગળ વ્યવસ્થિત ફીજીકલ વ્યવસ્થિત હોય વેરહાઉસ કીપર, પોર્ટ આપે ડીલીવરી કસ્ટમ અને પોર્ટ સુપરવાઈઝર સર્ટીફિકેટ જોઈને અપાય છે. પરંતુ હાલે ભેજાબાજો તેમજ કસ્ટમ સહિતની એજન્સીઓના કર્મચારીઓ અધિકારીઓની મિલિભગતાના કારણે અદાણી પોર્ટ દાણચોરો માટે સ્વગ સમાન બની ગયેલ હોઈ જો સત્વરે આ પોર્ટ પર સ્કેનર લગાવવામાં નહીં આવે તો તે દેશની સુરક્ષા માટે પણ કયારેક ગંભીર પ્રશ્ન સર્જી શકે તેમ છે.