રાજકોટમાં રૂા. 52.50 કરોડના ખર્ચે 15 નવી યોજના

શહેરમાં રૂા.10 કરોડના ખર્ચે બનશે નાઈટ ફૂડકોર્ટ, ત્રણેય ઝોનમાં 3 પાર્ટીપ્લોટ અને 6 કોમ્યુનીટી હોલનું થશે નિર્માણ
રાજકોટ તા,9
રાજકોટ મહાનગર પાલીકાનું રૂા.1769.33 કરોડનું બજેટ આજે સ્ટેન્ડીંગ કમિટીને મંજુર કરી બજેટમાં રૂા.41.75 કરોડનો વધારો કર્યો છે. સાથોસાથ રૂા.52.50 કરોડની 15 નવી વિકાસ યોજનાઓની જોગવાઈ કરી દીધી છે.
સ્ટેન્ડીંગ કમીટીએ બજેટમાં વોર્ડ નં.17માં સિંદુરીયા ખાણ વિસ્તારમાં રૂા.10 કરોડના ખર્ચે અદ્યતન ઓડીટોરીયમ, શહેરના ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલઝોનમાં રૂા.3 કરોડના ખર્ચે ત્રણ પાર્ટીપ્લોટ, રૂા.6 કરોડના ખર્ચે જુદા જુદા વિસ્તારોમાં 6 કોમ્યુનિટીહોલ તેમજ જુદાજુદા વિસ્તારોમાં નવી હાઈસ્કૂલો બનાવવા માટે રૂા.3 કરોડની જોગવાઈ કરી છે.
આ ઉપરાંત નિર્મલા રોડ ઉપર આવેલ ફાયર સ્ટેશનમાં રીટીંગ રૂા, રેફરન્સ બુક કોર્નર માટે રૂા. બે કરોડ, સેન્ટ્રલ ઝોન તથા ઈસ્ટ ઝોનમાં બે નવા મહીલા એકટીવીટી સેન્ટર માટે રૂા.3 કરોડ, રેસકોર્ષ સંકુલમાં મોન્યુમેન્ટલ ફલેગ માટે રૂા.50 લાખની જોગવાઈ કરી છે. આજ રીતે શહેરની મુખ્ય બજારોમાં મહિલાઓ માટે શૌચાલયો બનાવવા રૂા.1.50 કરોડ, મવડી વિસ્તારમાં નવા સ્વીમીંગપુલ માટે રૂા. બે કરોડ, મહાપૂરૂષોની પ્રતિમાઓ પાસે સ્પોલાઈટો ફીટ કરવા રૂા. 25 લાખ, શહેરના 48 રાજમાર્ગોનો યુનિફોર્મ પેટર્નથી વિકાસ કરવા રૂા.5 કરોડ, શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટના બ્યુટીફીકેશન માટે રૂા.5 કરોડ, દાણાપીઠ, કેનાલરોડ તથા પવનપુત્ર ચોકના વોંકળા પર એલીવેટર રોડ બનાવવા રૂા.10 કરોડ, રેસકોર્ષ સંકુલમાં ચિલ્ડ્રનપાર્ક વિકસાવવા રૂા. 25 લાખ અને યોગ્ય જગ્યાએ ગાર્ડન રાત્રીબજાર (ફુટકોર્ટ) બનાવવા રૂા.10 કરોડની જોગવાઈ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુચવવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમીટીએ આજે બજેટ મંજુર કરી જનરલબોર્ડને મોકલી આપવામાં આવ્યૂં છે. હવે જનરલ બોર્ડ દ્વારા બજેટને મંજુરીની આખરી મોહર મારવામાં આવશે. 3 પાર્ટી પ્લોટ, 6 કોમ્યુનિટિ હોલ, 2 હાઈસ્કૂલ, 1 સ્વિમીંગ પુલ બનાવાશે
બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં યોગ્ય જગ્યાએ 300 લાખના ખર્ચે ત્રણ પાર્ટી પ્લોટ બનાવાનું આયોજન છે. તેમજ 600 લાખના ખર્ચે શહેરના જુદા જુદા વોર્ડમાં 6 કોમ્યુનીટી હોલ બનાવાશે તે ઉપરાંત 300 લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં 2 નવી હાઈસ્કુલ બનાવશે તેમજ 2000 લાખના ખર્ચે મવડી વિસ્તારમાં નવો સ્વીમીંગ પુલ બનાવાશે તે જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. વર્ષો બાદ રાત્રી બજારની રોનક આવશે
રાજકોટમાં આજથી 25 વર્ષ પહેલા શાસ્ત્રી મેદાનમાં રાતી બજાર (ફૂડકોર્ટ) નો જમાનો હતો લોકો મોડે સુધી સ્વાદની મજા માણતા હતા હતા ત્યારે આ બજેટમાં શહેરમાં યોગ્ય જગ્યાએ મોર્ડન રાત્રી બજાર (ફૂડકોર્ટ) 100 લાખના ખર્ચે બનાવવામાં આવશે. તમામ મેટ્રો સીટીમાં રાત્રી બજાર હોય છે રાજકોટમાં વર્ષો બાદ ફરીવાર રાત્રી બજાર ધમધમથી રાજકોટીયનને એક સ્થળે તમામ સ્વાદની મોજ માણી શકશે. દિવ્યાંગો, બાળકો, મહિલાઓ માટે વિશેષ સુવિધા
મહાપાલીકાના બજેટમાં અન્ય યોજનાઓ જાહેર કરાઈ છે જેમાં દિવ્યાંગો માયે મિલ્કત વેરામાં વધુ વળતર યોજના, તેમજ પ્રજાને કોલ સેન્ટરમાં ટોલ ફ્રી નંબરની સુવિધા, તેમજ 1000 લાખના ખર્ચે નવુ ઓડિટોરીયમ લગ્ન પ્રસંગ માટે ત્રણ નવા પાર્ટીપ્લોટ, છ નવા કોમ્યુનિટી હોલ, બે નવી હાઈસ્કુલ, તેમજ મહિલાઓ માટે અલગથી યુરિનલની વ્યવસ્થા, મહિલા સ્વીમીંગ પુલ અને રેસકોર્ષ ખાતે 25 લાખના ખર્ચે નવો ચિલ્ડ્રન પાર્ક બનાવવાનુનં આયોજન કરવામાં આવ્યુ છે આ વખતે બજેટમાં મહિલાઓ માટે વિશેષ પ્રાવધ્યાન કરવામાં આવ્યુ છે.
મહિલાઓ માટે મુખ્ય બજારોમાં યુરીનલ
રાજકોટમાં મહિલાઓના યુરીનલ નહીવત જેવા જ હોવાથી મહિલાઓ પરેશાન હતી ત્યારે આ બજેટમાં શહેરની મુખ્ય બજારોમાં માત્ર મહિલાઓ માટે યુરીનલ બનાવાનો નિર્ણય લેવાયો છે 150 લાખના ખર્ચે શહેરની મુખ્ય બજારો છે ત્યાં આધુનિક યુરિનલ બનાવવામાં આવશે.