કોહલી: તુસ્સી ગ્રેટ હો... તોહફા કબૂલ કરો

મુંબઈ તા.9
કેપટાઉનમાં પોતાના વન ડે કરિયરમાં બીજી વાર સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા ટીમ ઇન્ડિયાના સૂકાની વિરાટ કોહલીનું પ્રદર્શન જોઈને ક્રિકેટમાં ભારતનું કટ્ટર વિરોધી પાકિસ્તાન પણ વિરાટના વખાણ કરી રહ્યું છે. વિરાટે સાઉથ આફ્રિકા સામે તેની કારર્કિર્દીનું 34મું શતક ફટકાર્યું છે અને તેમાં તેણે અણનમ 160 રન કર્યા હતા. અને ટીમને 3-0થી મજબૂતી પણ આપી. પાકિસ્તાન ઉપરાંત વિશ્વના અનેક ક્રિકેટરો માની રહ્યા છે કે કોહલી ઇસ ડિફરન્ટ...
ડેવિડ વોર્નરે પણ જણાવ્યું છે કે કોહલી જેટલી સાહજીકતાથી કોઈ બેટિંગ કરતુ હોઈ તેવું લાગતું નથી. આ એક એવો ક્રિકેટર છે કે જેના સ્ટ્રોકેસમાં ટાઈમિંગ અને તાકાત બંને છે અને એટલે જ ઘણી વખત જે રીતે તે સિક્સ ફટકારે છે તો તેમાં જે ટાઈમિંગ હોઈ છે તે ગજબનાક હોઈ છે અને એટલે જ કદાચ તે દુનિયાના અન્ય બેટધરથી જુદા પડે છે.હાલ તો તે જે રીતે બેટિંગ કરે છે તે જોતા મને એવું લાગે છે કે તે કેટલા કેટલા રેકોર્ડ તોડી નાંખશે જયારે તેની કારકિર્દી પુરી થશે ત્યારે તેના નામે કેટલા રેકોર્ડ હશે તેનો અંદાઝ કાઢવો મુશ્કેલ હશે.
દરમિયાન વિરાટ કોહલીની બેટિંગથી પ્રભાવિત થઇને સરહદ પાર પાકિસ્તાનના પૂર્વ સૂકાની અને અંડર વર્લ્ડ ડોન દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદે પણ કહેવું પડ્યું કે કોહલી વિશ્વનો બેસ્ટ બેટ્સમેન અને જીનિયસ કેપ્ટન છે. મિયાંદાદે એક વેબસાઇઠ સાથે વાત કરતા વિરાટના ભરપેટ વખાણ કર્યાં હતા. મિયાદાદે કહ્યું કે કોહલી ટેકનિકલ રીતે એટલો સક્ષમ છે કે તે ભારતને મુશ્કેલ પડકારમાંથી બહાર લાવીને જીત અપાવે છે તેનું આ કૌશ્લ્ય તેને મહાન બેટ્સમેનની યાદીમાં સામેલ કરે છે.
તેમણે ઉમેર્યુ હતુંકે વિરાટની બેટિંગ કરવાની સ્ટાઇલ તેને રન બનાવવામાં મદદ કરે છે અને તે જ્યારે પણ બેટિંગ માટે ઉતરે છે ત્યારે ઢગલો રન બનાવે છે. બલ્કે મિયાંદાદે તો કોહલીને જીનિયસ ગણાવ્યો હતો અને વિશ્વના શ્રેષ્ઠ બેટધરનું બિરુદ આપી દીધું હતું.