મંગળ ગ્રહમાં રોકેટ સાથેની સ્પોર્ટસ કાર અવળે માર્ગે ગઇ!


કેપકાર્નિવલ તા, 9
મંગળ ગ્રહની કક્ષામાં સ્પેસએક્સ કંપનીની તરફથી મોકલવામાં આવેલા રોકેટ સાથે મોકલાયેલી સ્પોર્ટ્સ કાર પોતાનો રસ્તો ભટકી ગઈ છે. ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ અનુસાર, ફાલ્કન હેવી નામના રોકેટ સાથે મોકલવામાં આવેલી ટેસ્ટ કારને આ રોકેટમાંથી નીકળીને મંગળ અને પૃથ્વીની વચ્ચેની કક્ષામાં સ્થાપિત થવાનું હતું. પરંતુ રોકેટમાંથી નીકળતાની સાથે જ આ કાર ફસાઈ ગઈ અને ગાઢ આકાશમાં ખોટા રસ્તે જતી રહી.
સ્પેસએક્સ તરફથી લોન્ચ ફાલ્કન હેવી રોકેટનું વજન લગભગ 63.8 ટન છે જે લગભગ બે સ્પેસ શટલના વજન જેટલું છે. આ રોકેટમાં 27 મર્લિન એન્જિન લાગેલા છે અને તેની તેની લંબાઈ 230 ફૂટ છે. આ રોકેટને 23 માળની બિલ્ડીંગની બરાબર માની શકાય છે.
સ્પેસએક્સના માલિક એલન મસ્કે કહ્યું કે, આ કાર હવે અન્ય નાના ગ્રહોની પાસે છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ કારને પુશ કરવા માટે જે બળતણનો વિસ્ફોટ કરવાનો હતો, તેને ધમાકો એટલો પ્રચંડ હતો કે, આ કાર પોતાના રુટથી અલગ થઈ ગઈ. કારના રુટમાં બદલાવ થવો સ્પેસએક્સ માટે પણ ચિંતાનો વિષય છે.
આવું પહેલીવાર બન્યું છે કે, કોઈ પ્રાઈવેટ કંપનીએ સરકારી મદદ વિના આટલું મોટું રોકેટ બનાવી દીધું હોય. જો આ સફળ રહ્યું તો આગામી સમયમાં સ્પેસએક્સ એરફોર્સના સેટેલાઈટ્સને અંતરિક્ષ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે જે ફોલ્કન 9 માટે ભારે હોય છે. એટલું જ નહીં આનાથી નાસાને પણ મદદ મળી શકે છે.