માલદીવ સંકટ: મોદી અને ટ્રમ્પે કરી ચર્ચા


વોશિંગ્ટન: નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી છે. આ વિશેની માહિતી વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. બંને નેતાઓએ રાજકીય સ્થિતિ સહિત અફઘાનિસ્તાન અને ઈન્ડો- પેસિફિક રિજનમાં સિક્યુરિટી વિશે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ મુદ્દે વાત કરી હતી. બંને નેતાઓનું માનવું છે કે, માલદીવમાં કાયદાનું શાસન અને લોકતાંત્રિક વ્યવસ્થા લાગુ થવી જોઈએ. વ્હાઈટ હાઉસે એવુ પણ કહ્યું છે કે, બંને નેતાઓએ સાથે મળીને ઈન્ડો-પેસિફિક રિજનમાં સિક્યુરિટી અને સહયોગ વધારવા વિશે ચર્ચા કરી છે. નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીએ માલદીવની સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ અબ્દુલા સઈદ અને અન્ય એક જજ અલી હમીદને અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. વ્હાઈટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પે મોદી સાથે સાઉથ એશિયામાં તેમની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં સિક્યુરિટી અને સ્ટેબિલિટી જાળવી રાખવાની વાત ઉપર પણ ભાર આપ્યો હતો. બંને નેતાઓએ મ્યાનમાર અને રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, 6 લાખ 80 હજાર રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશમાં આવી ગયા છે. તેના કારણે ત્યાં ઈકોનોમી ઉપર ખરાબ અસર થઈ છે.