OMG! બે પિલર પર વસેલો અને દાનથી ટકેલો અનોખો દેશ!

વેલકમ: આ દુનિયામાં અલગ અલગ દેશો પોતાની ખાસિયતોને કારણે જાણીતા છે. આજે અમે તેવા જ એક એવા દેશ અંગે જણાવીશું કે જેની માહિતી જાણીને તમે ચોંકી જશો. આ દેશનું નામ છે સીલેન્ડ છે. આ ઈંગ્લેન્ડના સફોલ્ક સમુદ્ર કિનારાથી 12 કિલોમીટરના અંતરે આવેલો છે. આ દેશ માત્ર બે પિલર પર ટકેલો છે.!! તમે વિચારી પણ ન શકો તેટલી છે આ દેશની વસ્તી. અહીંયા માત્ર 27 લોકો જ રહે છે. આ દેશના રાષ્ટ્રપતિનું નામ રોયબેટ્સ છે, જે અહીના પ્રધાનમંત્રી અને સ્વામી પણ છે. 8 વર્ષ પહેલા બેટ્સે પોતાને જ અહીંનો સ્વામી જાહેર કર્યો હતો. મૃત્યુ બાદ હવે તેમનો પુત્ર માઈકલ અહીંનો ઉત્તરાધિકારી છે. આ દેશને હજુ સુધી આંતરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ નથી તેમ છતાં સ્થાનીય મુદ્રા અને સ્ટેમ્પ ટિકિટ ચલણમાં છે. અહીંનો ખર્ચ અનુદાનથી ચાલે છે. શરૂઆતમાં લોકોએ ખુબ અનુદાન કર્યું પરંતુ ધીરે ધીરે અનુદાન ઓછું થઈ ગયું. પિલર પર ટકેલા આ દેશને જોવા માટે પર્યટકો અહીં આવે છે.