વોટ્સએપમાં આવ્યું નવું મહત્ત્વનું ફીચર


નવી દિલ્હી: આમ તો વોટ્સએપ વિશ્વમાં સૌથી વધારે યૂઝ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ કહેવામાં આવે છે. પરંતુ હવે તેને ઇન્સ્ટન્ટ મેસેજીંગ કહેવુ ખોટુ છે, કેમ કે, આજકાલ તેમાં નવા ફીચર એડ કરવામાં આવી રહ્યા છે જે ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ કરતા અલગ છે. રિપોર્ટનાં અનુસાર, વોટ્સએપ માં એક નવું ફીચર લોન્ચ થવાનું છે જેનો યૂઝ કરીને તમે ગ્રુપ વીડિયો કોલિંગ કરી શકો છો. સ્કાઈપ જેવા પ્લેટફોર્મ આ સર્વિસ આપે છે જેમાં એક સાથે કેટલાંક લોકો વીડિયો ચેટિંગ કરી શકે છે. ડબલ્યુએબીટા ઈન્ફોએ આ ફીચર વિશે જણાવતા કહ્યું કે, અત્યારે માત્ર એન્ડ્રોઈડ માટે આ ફીચર શરૂ કરવામાં આવશે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી એ નક્કી નથી કે તેનું ફાઈનલ બિલ્ડ ક્યારે આવશે. તે સિવાય એક સ્ક્રીનશોટ પણ છે. અહીં જણાવામાં આવ્યું છે કે એક જ વખતમાં ત્રણ લોકો વીડિયો કોલિંગમાં જોડાય શકે છે. એટલે કે એક સાથે ચાર યૂઝર્સ વીડિયો કોલિંગ કરી શકે છે.વીડિયો કોલિગં ફીચર વોટ્સએપમાં ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. હવે સ્ક્રીનશોટમાં એડ પરશનનું ઓપ્શન દેખાય રહ્યું છે. અંહી તમે ક્લિક કરીને અલગ યૂઝર્સને જોડી શકો છો. અત્યારે વોટ્સએપ તરફથી એ નથી જણાવામાં આવ્યું કે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર કયારે આવશે અથવા આવશે કે નહી.