ગુજરાત ‘રામભરોસે’: ગેરકાયદે કતલખાના બેફામ, સરકાર મૌન

રાજકોટમાં પણ ગેરકાયદે કતલખાના: પોલીસ-મહાનગરપાલિકા હપ્તામાં વ્યસ્ત શહેરની વચ્ચે આવેલ કતલખાનુ બહાર લઇ જવાની અનેક માંગણી છતાં કોઇ પગલા નહીં ગાંધીના ગુજરાતમાં અને ગાંધીબાપુ જ્યાં ભણતા તે રંગીલા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર લારીઓમાં લટકતા મૃત મરઘાઓ રાજકોટ તા.8
ગુજરાત રામભરોસે છે કારણ કે રાજ્યમાં ગેરકાયદે કતલખાના બેફામ ધમધમી રહ્યા છે છતાંય સરકાર મૌન છે. અનેકવાર રજૂઆતો કરવા છતાંય સરકારના બેહરા કાને કોઇ ફરીયાદો પહોચી નથી. રાજ્યભરમાં ધમધમતા કતલખાના બંધ કરવા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. છતાય કોઇ પરીણામ નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટમાં અનેક સ્થળે ગેરકાયદે કતલખાનાઓ ચાલી રહ્યા છે. પોલીસ અને મહાપાલીકાની હપ્તા સીસ્ટમની મીલી ભગતનાં કારણે રાજકોટમાં ગેરકાયદે કતલો રોજ થઇ રહી છે.
ભીલવાસમાં આવેલ મહાપાલીકા સંચાલિત કતલખાનુ બહાર લઇ જવાની અનેક માંગણીઓ કરવામાં આવી છે છતાંય વર્ષોની માંગણીઓ હોવા છતા કોઇ નિકાલ આવ્યો નથી. ઇગલ પેટ્રોલ પંપ રોડ ઉપરની નીકળવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે. શહેરમાં હૃદયસમા રોડ ઉપર જાહેરમાં કતલ કરવામાં આવી રહી છે.
આ લોકોને પોલીસનો કે મહાપાલીકાનો કોઇ ડર જ ન હોય તેમ બિંદાસ્ત જાહેરમાં વધુ પ્રાણીઓની કતલ થાય છે. આ રોડ ઉપર ઉભુ રહેવું મુશ્કેલ બને તેટલી હદે દુર્ગંધ મારતી હોય છે છતાય તંત્ર કેમ મૌન કે સ્વચ્છતાની વાતો કરતા અધિકારીઓ એકવાર એસી ઓફીસ મુકી જાહેરમાં બહાર આંટો મારવા નીકળી તો સાચી વાસ્તવિકતા ખ્યાલ આવશે.
હવે હદ તો ત્યારે થઇ છે કે ગાંધીના ગુજરાતમાં અને મહાત્માજી જ્યાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું તે રંગીલા રાજકોટમાં જાહેરમાં રસ્તાઓ ઉપર લારીઓમાં લટકતા મૃત મરઘાઓ જોવા મળે છે.
ખુલ્લેઆમ રસ્તાઓ ઉપર રેકડીઓ નાખી કોઇના ડર વગર ગેરકાયદે કતલો કરી રહ્યા છે. નિયમો જોઇએ અમુક બજારો હોવી જોઇએ પણ રાજકોટમાં ઠેરઠેર નોનવેજનાં હાટડાઓ શરૂ થઇ ગયા છે. ગુજરાતના તમામ શહેરોમાં ગેરકાયદે કતલો વિશે મુખ્યમંત્રી રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાંય હજુ સુધી કોઇ જ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. કતલખાનાના
શું છે નિયમો
કોઇપણ પ્રાણીની રજીસ્ટર્ડ અને લાઇસન્સવાળા કતલખાના સિવાય કતલ કરવી ગેરકાયદે છે.
મરઘી કે પ્રાણીની કતલખાના સિવાય તેની બીજી કોઇપણ જગ્યાએ કતલ કરી શકાય નહીં તે ગુનાહિત પ્રવૃતિ અને ગુનાહિત કતલ ગણાશે.
મીટ શોપમાં કોઇપણ જીવતા પ્રાણી કે પક્ષીની કતલ કરી શકાશે નહીં.
પોલ્ટી શોપની અંદર પોલ્ટીની કતલ ઉપર પ્રતિબંધિત છે.
ઘી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન્સની જોગવાઇ મુજબ પોલ્ટી શોપમાં અધિકૃત કતલખાનામાંથી મેળવેલ
તંદુરસ્ત માંસ જ વેચી શકાય છે. ઉપરાંત તેનો રેકોર્ડ રાખવો જરૂરી છે અને ઇન્સ્પેક્શન દરમ્યાન તે બતાવવાનું રહે છે. રાજકોટમાં કયાં ચાલે છે ગેરકાયદે કતલ
રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ગરનાળાવાળી નદીની ખીણોમાં, પુનિત આશ્રમ સ્મશાન ગૃહ હતી. પાછળની ગલીઓમાં મટન માર્કેટની બાજુમાં કુવાડવા રોડ ઉપર ચાલે છે ગેરકાયદે કતલો. ગેરકાયદે કતલખાના સામે હાઇકોર્ટમાં કેસ ચાલે છે
રાજ્યભરમાં તમામ જીવોની ગેરકાયદેસર થઇ રહેલી કતલ પ્રશ્રે કસાઇઓ પાસે પશુ મરઘા કતલ કરવા માટેના જરૂરી લાયસન્સ કે પરવાના નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે છતાંય ગેરકાયદે કતલખાના બેફામ ચાલી રહ્યા છે. કતલખાના બંધ રાખવાના જાહેરનામાનો અમલ પણ બાબુઓ કરાવી શકતા નથી
કતલખાનુ પર્યુષણ પર્વ ઉપરાંત અનેક તહેવારોમાં કતલખાનુ બંધ રાખવાનું જાહેરનામુ માત્ર નાટક પુરતુ બહાર પાડવામાં આવે છે છતાંય કોઇ કડક કાર્યવાહી કેમ કરાવવામાં આવતી નથી. અધિકારીઓની સાંઠગાંઠના કારણે રાજકોટમાં બધુ ચાલી રહ્યું છે. રાજકોટ શહેરમાં ક્યા-ક્યા વિસ્તારમાં મંજૂરીની આડમાં થાય છે કતલ? મોચી બજાર
ઘેટા, બકરા, મરઘીની કતલ કરી ત્યાં જ વેચાણ કરવામાં આવે છે. માછલીનું પણ વેચાણ ચાલુ છે. અંદાજે પ0 થી વધુ થડો રાખી વેચાણ થાય છે.
જંગલેશ્ર્વર
મરઘીની કતલ કરી વેચાણ કરવામાં આવે છે. 1પ જેટલા થડા રાખી કતલ થયેલ ચીકન મીટ વેચાઇ છે. ગેરકાયદે વાછરડા અને વાછરડીની કતલ થાય છે.
એચ.જે.સ્ટીલ પાસે, ભાવનગર રોડ સહકારી ડેરી પાસે
ગેરકાયદે પ્રાણી અને પોલ્ટીની કતલ કરી માંસ ચીકન વેચાઇ રહ્યું છે.
લાખાજીરાજ, શ્રમજીવી સોસાયટી, ભગવતી સોસાયટી, દુધસાગર રોડ
ગેરકાયદે મરઘીની કતલ કરી વેચાણ થાય છે. માછલા કાપીને વેચાણ થાય છે. ગેરકાયદે મટન વેચાઇ રહ્યું છે.
એસટી વર્કશોપ
ગાય અને વાછરડાની કતલ થાય છે.
જામનગર રોડ
બધા પ્રાણીઓની કતલ થાય છે.
ભગવતીપરા
ગેરકાયદે મટન વેચાણ ચાલે છે.
ઘાંચીવાડ
ગેરકાયદે મટન વેચાણ થાય છે.
ભવાનીનગર, રામનાથ મંદિર
પાસે નદીના કાંઠે પુલનો ખુણો
બકરાની કતલ થાય છે. મરઘીની પણ ગેરકાયદે કતલ
ખોડીયારપરા અને મફતીયાપરા
બકરાની કતલ માંસ વેચાય છે.
નોંધ : રાજકોટમાં ગેરકાયદેસર કતલ વિશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નકલ પહોચાડી જાણ કરાઇ છે.