ડિપ્લોમા ઇજનેરીના છાત્રો માટે સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા માગ


અમદાવાદ તા.8
સેમિસ્ટર સિસ્ટમ નાબુદ કરવા માટે ડિપ્લોમા સંસ્થાનાં પ્રતિનિધીઓએ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી, ૠઝઞ નાં વાઇસ ચાન્સેલર તથા ૠઝઞ નાં બોર્ડ મેમ્બરને આવેદન પત્ર આપ્યું અને ટઈ સાથે મિટીંગ કરી જણાવેલ કે ટેકનીકલ એજયુકેશનમાં સૌથી નાની ઉંમરનાં વિધાર્થીઓ ડિપ્લોમામાં પ્રવેશ મેળવે છે. આ વિધાર્થીઓનું લેવલ ધોરણ-11 અને ધોરણ -12 માં ભણતા વિધાર્થીઓ જેટલું જ હોય છે. જો ધોરણ-11 અને ધોરણ -12 માં સેમીસ્ટર સિસ્ટમ ફેલ હોય તો આમાં કઇ રીતે સેમીસ્ટર સિસ્ટમ ચાલી શકે ? વળી, ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશની પ્રક્રિયા લગભગ દર વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર સુધી ચાલતી હોય છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં તરત પરીક્ષા આવી જતા વિધાર્થીઓ પુરતો અભ્યાસ કરી શકતા નથી તેના કારણે ડિપ્લોમા એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા ઘણા વિધાર્થીઓ નાપાસ થાય છે અને આ નાપાસ થનાર વિધાર્થીઓની સંખ્યા ખુબ જ મોટી છે. તેના કારણે ડિપ્લોમા છોડી દેનારની સંખ્યાનો આંકડો લગભગ 50 % થી પણ વધારે છે.
ભારતમાં લગભગ 90 % રાજયમાં ડિપ્લોમા ઝઊઇ ( ઝયભવક્ષશભફહ ઊડ્ઢફળશક્ષફશિંજ્ઞક્ષ ઇજ્ઞફમિ) નાં તાબા હેઠળ આવે છે. જયારે ગુજરાત તથા અન્ય
10% રાજયમાં ડિપ્લોમા યુનિર્વસીટીમાં આવે છે.આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન દ્વારા સરકારનાં અલગ-અલગ હોદ્દેદારો સાથે મીટીંગ કરવામાં આવેલ છે અને ૠઝઞ દ્વારા જણાવવામાં આવેલ છે કે તા. 17/02/2018 ની ઇઘૠ ની મીટીંગમાં આ મુદ્દાની ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.