ભાવનગરને ધમરોળતો તસ્કર ઝબ્બે

ભાવનગર તા. 8
રૂા. 3.76.050/-નાં મુદ્દામાલ સાથે આરોપીને પકડી ઘરફોડ ચોરીનો ભેદ ભાવનગર, લોકલ ક્રાંઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો હતો.
ભાવનગર એલ.સી.બી.ની ટીમએ અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ સોની (રહે.મહાવિરનગર,કાળીયાબીડ,ભાવનગર)ને લાલ કલરનાં પાકિટમાં દાગીનાં ભરેલ છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ લંગાળીયા (ઉ.વ.37) વાળને લાલ કલરનાં રેકઝીનનાં અંગ્રેજીમાં બીગ બોસ લખેલ ચેઇનવાળા બે ખાનામાંથી સોનાનું બાજુ, સોનાનું કાળા મોતી સાથેનું મંગળસુત્ર, બે સરવાળી સોનાની માળા, સોનાનો મશીન ઘાટનો ચેઇન-1, સોનાનો કરડો (વીંટી), સોનાની બુટ્ટી જોડ-2, નાકમાં પહેરવાનાં સોનાનાં દાણા નંગ-5 તથા એક સોનાની ઘુઘરી, સોનાનું બુટ્ટીઓ સાથેનું ડોકીયુ મળી કુલ રૂ.3,76,050/-ની વસ્તુઓ સાથે પકડી પાડયો હતો.
આ તમામ સોનાનાં દાગીનાંઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ હતી.
આ અંગે ઘોઘા રોડ પો.સ્ટે.માં તપાસ કરતાં ફરીયાદી હંસાબેન વા/ઓ ખીમજીભાઇ ભીખાભાઇ બાબરીયા રહે.જવાહર કોલોની, બોરડીગેટ,ભાવનગરવાળાએ ગઇ તા.04/02/2018નાં રોજ પોતાનાં ઘરે બેડરૂમમાં બનાવેલ લાકડાનાં કબાટનો દરવાજો ખોલી અંદર રાખેલ મોટું પાકિટ બહાર કાઢી તેમાં રાખેલ નાના પાકીટમાં રાખેલ સોનાનાં દાગીના તથા રોકડ રૂ.25,000/- મળી કુલ રૂ.1,41,000/-ની ચોરી અંગેની ફરીયાદ લખાવેલ.