ભાવનગરના શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટની માનસ ગુરૂગમ ગાથાનો સુરતમાં પ્રારંભ


ભાવનગર, તા. 8
ભાવનગરનાં જાણીતા કથાકાર શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટની શ્રીમદ્ ભાગવત કથા આધારીત શ્રી સુખાયલાસ માનસ ગુરૂગમ ગાથા’ નો પ્રારંભ સુરત ખાતે પ્રારંભ થયો છે.
સંત ની ગરીબદાસ આશ્રમ દ્વારા આયોજીત સંતગુરૂ શ્રી દાજીરામ બાપુની 19મી નિર્વાણતિથી નિમિતે શ્રીમદ્ ભાગવત કથા આધારીત શ્રી સુખ વિલાસ માનસ ગુરૂગમ ગાથા’ સંત ગરીબદાસ આશ્રમ ગિરનાર સોસાયટી નાનાવરાછા સુરત ખાતે તા.6-2 થી પ્રારંભ થયેલ છે જે તા.12-2 ના રોજ કથા વિરામ પામશે. આ સૌ પ્રથમ શ્રી સુખાયલાસ માનસ ગુરૂગમ ગાથા’ વ્યાસાસાસને ભાવનગર સ્થિત જાણીતા કથાકાર, માનસ મમજ્ઞ શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ બિરાજે છે. કથા શ્રવણ કરવા શ્રોતાજીઓ મટી રહ્યા છે. મહંત ભરતદાસબાપુ ગુરૂ દામજીરામ બાપુ અને આશ્રમનાં સેવક સમુદાય દ્વારા આ સુંદર આયોજન થયેલ છે. ભાવનગરના જાણીતા કથાકાર શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટના વ્યાસાસને કથા શ્રવણનો પ્રારંભ   (તસ્વીર: વિપુલ હિરાણી-ભાવનગર)