જામનગરમાં હાફ મેરેથોન સ્પર્ધાની જનજાગૃતિ માટે સ્કેટીંગ રેલી યોજાઇ

જામનગર તા.8
જામનગર શહેર અને જિલ્લા માટે સદભાવના ગૃપ અને ફિઝિકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે હાફ મેરેથોન-2018 સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું છે જે અંતર્ગત જનજાગૃતિ માટે બુધવારે સ્કેટીંગ રેલી યોજાઇ ગઇ. સમગ્ર આયોજન હેઠળ શહેરમાં રાત્રિ સ્વચ્છતા અભિયાન પણ, મહાનગરપાલિકાના સફાઇ કામદારો દ્વારા ચલાવવામાં આવે છે.
બાળકોમાં રમત ગમત પ્રત્યે રૂચિ વધારવાના હેતુ સાથે બુધવારે શહેરની જુદી જુદી શાખાઓ તથા કોલેજોના વિદ્યાર્થી ભાઇ બહેનોની એક સ્કેટીંગ રેલી યોજવામાં આવી હતી. આ રેલી લાલ બંગલા સર્કલથી સાંજે 5:30 કલાકે શરૂ થઇ હતી અને ટાઉન હોલ, ત્રણ બતી, સજૂબા સ્કૂલ, ચાંદી બજાર, હવાઇ ચોક, પ્લોટ, સાત રસ્તા, શરૂ શેકસન રોડ, ડીકેવી સર્કલ, જી.જી.હોસ્પિટલ થઇ લાલબંગલા ખાતે પરત પહોંચી સંપન્ન થઇ હતી. સમગ્ર આયોજનના મુખ્ય આયોજક ધર્મરાજસિંહ જાડેજા વગેરેએ આ સ્કેટીંગ રેલીનું આયોજન કર્યું હતું.