અમરેલી અને જામકંડોરણામાંથી 18 લાખની ચોરી


અમરેલીમાં ધોળા દિવસે કલાકો અને કંડોરણામાં એક રાત બંધ રહેલા મકાન બન્યા નિશાન અમરેલી તા, 8
અમરેલીનાં ભોજલપરામાં રહેતો એક ખેડુત પરિવાર ગઈકાલે લગ્ન પ્રસંગે પાડોશીનાં ઘરે જતાં પાછળથી ધોળા દિવસે તસ્કરો ત્રાટકતા કબાટ તોડી સોનાના દાગીના કિ રૂા.12 લાખની ચોરી કરી લઈ જતા સનસનાટી મચી ગયેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં કેરીયા રોડ ઉપર ફાર્મવાડી પાસે આવેલ ભોજનપરા શેરી-2 માં રહેતા ભીખાભાઈ ઉર્ફે બાલાભાઈ વશરામભાઈ વઘાસીયા ગઈકાલે બપોરનાં સહ પરિવાર પાડોશીને ત્થા લગ્ન પ્રસંગે ગયેલ હતાં.
મોડી સાંજના પોણાનવા વાગ્યે ઘરે જતા ઘરમાં રાખેલ કબાટનો લોક તુટેલો જોતા અંદર તપાસ કરતાં કબાટમાં રાખેલ સોનાનો હાર, કાનની બુટી, સોનાની સર, સોનાની માળા, સોનાનો પોચો, સોનાની બાજુ, પાટલા, મંડળ સુત્ર, ચેન સહિત 40 તોલાના સોનાના દાગીનાંની ચોરી થયાનું માલુમ પડયુ હતું.જેથી તાત્કાલીક સીટી પોલીસને જાણ કરવામાં આવતા એલ.સી.બી. પોલીસ ડી.વાય.એસ.પી. સહિતનાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો. ધોળા દિવસે ફકત પાંચ કલાકમાં થયેલ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાનું પોલીસ અંદાજી રહેલ છે. ચોરીની ગત રાતનાં દશ વાગ્યે સીટી પોલીસમાં કલમ 454/457/380 મુજબ ફરિયાદ નોંધી રૂટીંગ કાર્યવાહી હાથ ધરેલ છે.
જામકંડોરણાનાં કારખાનામાંથી રૂા.5.57 લાખની ચોરી
જામકંડોરણામા ગોંડલ રોડ પર આવેલ ખોળ કપાસીયાની મિલ રાજકમલ ઈન્ડી.માં મોડી રાત્રે તસ્કરો કારખાનામાં ઘુસીને ટેબલના તાલા તોડી કબાટની ચાવી લઈ રૂા.5,57,400 ની રોકડ રકમની ચોરી થયાની સંજયભાઈ મથુરભાઈ કોયાણીએ જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ કરેલ છે જે અંગે જામકંડોરણા પીએસઆઈ એસ.વી. ગોજીયાએ તપાસ હાથ ધરેલ છે.