દેશમાં નવી 24 મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી


248 નર્સિંગ અને મિડવાઇફ સ્કૂલો પણ શરૂ કરાશે
14058 બેઠકો વધારવા નિર્ણય : 14931 કરોડ રૂપિયાની ફાળવણી
નવી દિલ્હી તા.8
બજેટમાં ઘોષિત ‘આયુષ્યમાન’ યોજના આરોગ્ય વીમોને અસલી વાઘા પહેરાવવા માટે સરકારે લગભગ 14931 કરોડ રૂપિયાના ખર્ચે ર019-ર0 સુધીમાં દેશમાં ર4 નવી મેડીકલ કોલેજ ખોલવાનો અને 180પ8 સ્નાતક અને અનુસ્નાતક મેડીકલ સીટ વધારવા તથા ર48 નર્સીંગ અને મીડવાઇફ સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આર્થિક મામલાની મંત્રી મંડળીય બેઠકમાં આ આશયના પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી હતી.
દેશમાં પ8 નવી મેડીકલ કોલેજ ખોલવાની ચાલુ યોજનાના બીજા ચરણ અંતર્ગત ર4 મેડીકલ એવા ક્ષેત્રોમાં ખોલાશે જ્યાં તેનો અભાવ છે. યોજનાના પ્રથમ ચરણ અંતર્ગત કેન્દ્રીય હિસ્સા તરીકે પપ87.68 કરોડ રૂપિયા મંજુર કરાઇ હતી. હવે બીજા ચરણ અંતર્ગત ર0ર1-રર સુધીમાં 367પ કરોડની રકમ ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે. એમાંથી ર600 કરોડ રૂપિયાની રકમ ર019-ર0 સુધીમાં ખર્ચ કરાશે.
ઉપરોકત યોજના અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર સરકારની મેડીકલ કોલેજોમાં વિકાસની કેન્દ્ર યોજિત સ્કીમ અંતર્ગત ર0ર0ર-ર1 સુધીમાં મેડીકલની સ્નાતક (યુજી) સીટોમાં 10 હજાર તથા અનુસ્નાતક (પીજી) સીટોમાં 80પ8 સીટો (ર018-19 માં 40પ8 અને ર0ર0-ર1 માં 4000) ની બઢોતરીનો પ્રસ્તાવ છે.
આ ઉપરાંત અગાઉથી ચાલુ યોજના અંતર્ગત ર019-ર0 સુધીમાં 11ર ઓકઝીલરી નર્સીંગ તથા એડવાઇફરી સ્કુલ (એએનએમ) તથા 136 જનરલ નર્સીંગ મિડવાઇફરી(જીએસએમ) સ્કુલ ખોલવામાં આવશે. જે સ્કુલો પર પહેલાથી જ કામ ચાલી રહ્યું છે તેને પુરા કરવા પર 190 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવશે.
નવી મેડીકલ કોલેજો ખોલવા અને એલબીએસ તથા પીજી સીટો વધારવાના ફેસલાથી દેશમાં ડોકટરોની ઉપલબ્ધતા વધવાની સાથે સાથે પ્રત્યેક ક્ષેત્રમાં એક-એક મેડીકલ કોલેજ નિશ્ર્ચિત થવાથી મેડીકલના શિક્ષણના ખર્ચમાં પણ કમી આવશે. આનાથી જીલ્લા હોસ્પીટલોના માળખાનો પ્રયોગ વધશે તથા સરકારી ક્ષેત્રની સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો થશે. આથી એમબીબીએસના 10 હજાર અને પીજીમાં 8 હજાર વિશેષ સામે ઉપલબ્ધ થવાથી ખાનગી અને સરકારી ક્ષેત્રમાં સીટોનું અંતર ઘટશે અને વિશેષજ્ઞ ડોકટરોની ઉપલબ્ધતા વધશે.