રૂમાં નરમીની આગેકૂચ ચાર દિવસમાં ગાંસડી દીઠ 1500 નો ઘટાડો

રાજકોટ, તા. 31
ન્યુયોર્ક રૂ વાયદો ગઈકાલે 80 સેન્ટ નીચે જતા આજે પણ રૂમાં અંડર ટોન નરમ જ જણાતો હતો. મલ્ટીનેશન કંપનીઓ નીચા ભાવે રૂ માંગતી હોય વેચનાર અચકાતા હતા રૂમા છેલ્લા ચાર પાંચ દિવસથી મંદીની ચાલ શરૂ થઈ હોય ગાંસડી દીઠ ભાવમાં રૂા.1200/1500 નો કડાકો બોલી ગયો છે. રૂ ના ભાવ આજે 40200/40500 બોલાતા હતા. ગુજરાતમાં 40000 ગાંસડી તેમજ ભારતમાં 1.75 લાખ ગાંસડીની આવક થઈ હતી. કપાસમાં પણ મોરલ ચુસ્ત જ હતું. ભાવતાલ જળવાયેલા રહ્યા હતાં. ગામડે બેઠા ભાવ 1000, જીન પહોંચ ભાવ 1025 રહ્યા હતા. રાજકોટમાં 25/27 હજાર મણ આવક હતી. ભાવ 980-1025 રહ્યા હતાં. સૌરાષ્ટ્રમાં આવક 2 લાખ મણની હતી ભાવ 970-1030 હતા. કડીમાં 150/200 ગાડી આવકે ભાવ 980-1040 રહ્યા હતાં. સ્થાનિક બજારમાં કપાસીયા ઘટી 375-390 રહ્યા હતાં. ખોળ 50 કિલો 890-900 તેમજ કડી 60 કિલો ખોળના ભાવ 990-1000 રહ્યા હતાં.