ચાંદીમાં વધુ રૂા.250નું ગાબડું


રાજકોટ, તા. 31
વૈશ્ર્વીક બજારમાં ડોલર ઈન્ડેકસની વધઘટ પાછળ ભાવ મકકમ રહ્યા બાદ ઘર આંગણે માંગના અભાવે બંન્ને કિંમતી ધાતુઓમાં નરમીની ચાલ યથાવત રહી છે. રાજકોટ જવેરી બજારમાં આજે ખુલતી બજારે સોનામાં વધુ રૂા.50 અને ચાંદીમાં પણ રૂા.250 નો ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા ત્રણ દિવસોમાં ચાંદીમાં ઘટાડાની ચાલ પાછળ ભાવ 40000 ની સપાટી નીચે સરકી ગયા છે. આજે પણ રૂા.250 ઘટતા પ્રતિ એક કિલોગ્રામ ચાંદીના ભાવ 39500 રહ્યા હતાં જયારે સોનામાં વધુ રૂા.50 નુ ગાબડુ પડતા સ્ટાન્ડર્ડ સોનુ 31200 તેજ 22 કેરેટ સોનાના ભાવ 30400 થયા હતાં. સોનાનું બિસ્કીટ (100 ગ્રામ) રૂા.500 ઘટી 312000 રહ્યુ હતું.