આક્રમક વેચવાલીથી સેન્સેકસ-નિફટી સુસ્ત

યુએસ ફેડ રીઝર્વની બેઠક પૂર્વે વ્યાજદર - મોંઘવારી વધવાની ભીતિ પાછળ બેન્ક, મેટલ, હેવીવેઇટ શેરો દબાણ હેઠળ રાજકોટ તા.30
આજથી શરૂ થઇ રહેલી યુએસ ફેડરલ રીઝર્વની બેઠક પૂર્વે વ્યાજદર અને મોંઘવારી વધવાની ભીતિથી ભારતીય શેરબજારમાં આક્રમક વેચવાલી પાછળ સેન્સેકસમાં પ્રારંભે જ રરપ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે 60 પોઇન્ટ ઘટી નીફટી પણ 11100 ની સપાટી નીચે સરકી ગયો હતો. આજે વૈશ્ર્વિક બજાર નરમ હતા. યુએસ ડાઉ નાસ્કેડ પણ નરમ મળતા હતા.
ગઇકાલે આર્થિક સર્વેમાં જીડીપી વૃધ્ધિનો આશાવાદ પણ બજારને રાશ આવ્યો ન હોય તેમ આજે મીડકેપ ઇન્ડેકસ બેન્ક નીફટી ઘટતા હેવીવેઇટો પણ પકડાયા હતા. બેંક શેરો પણ પ્રેસર હેઠળ જોવા મળ્યા હતા. પ્રારંભે સેન્સેકસ રરર પોઇન્ટ તુટી 36060 નિફટી 83 પોઇન્ટ ઘટી 11047 મળતા હતા. બેન્ક નિફટી 100 પોઇન્ટ કરતા વધુ તુટી ર73પ0 મળતો હતો.
એકસીસ બેંક, ફેડરલ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક 0.ર1, ર.34 ટકા સુધી ગગડયા હતા. સેન્ટ્રલ બેંક, સેન્ચ્યુરી ટેકસટાઇલ ક્રિસીલ, ડીએલએફ, એસબીઆઇ લાઇફ જેવા શેર પટકાયા હતા.
ગઇકાલે રજૂ થયેલ આર્થિક સર્વેમાં જીડીપી વૃધ્ધિની ધારણાએ ગઇકાલે સેન્સેકસ નિફટીએ નવી ટોચ બનાવી હતી. આજે ખુલતામાં જ બજારમાં કડાકો બોલી ગયો હતો.
જયુબેલિયન્ટ લાઇફ, એસટી ફાઇનાન્સ મોતીલાલ ઓસવાલ, મુથ્થુટ ફાઇનાન્સ, એનએચપીસી હુડકો, પીએનબી આઇઓબી, સેલ, એસઆરએફ, ટોરન્ટ ફાર્મા, વક્રાંગી વોકહાર્ડ જેવા શેર નરમ હતા. જ્યારે ભારતી એરટેલ ગેઇલ હીરો મોટર્સ, નીટટેક, આઇઓસી, ઓએનજીસી જેવા શેર મજબુત રહ્યા હતા.
આ લખાય છે ત્યારે (ર.30 વાગ્યે) સેન્સેકસ ર1પ પોઇન્ટ ઘટી 36068 તેમજ નિફટી 79 પોઇન્ટ ઘટી 110પ0 ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.