નફા વસુલીથી સેન્સેકસમાં 225 પોઈન્ટનો કડાકો

મિડકેપ ઈન્ડેકસ, બેન્ક નિફટીમાં ઘટાડો: હેવીવેઈટો પટકાયા રાજકોટ, તા. 30
શેરબજારમાં તેજીની ગાડીને બ્રેક લાગી હોય તેમ નરમ વૈશ્ર્વીક સંકેતો તેમજ નફારૂપી વેચવાલી પાછળ ગઈકાલે નવી ઉંચી સપાટરી બનાવનાર સેન્સેકસમાં પ્રારંભે જ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફટી પણ ઘટી 11100 ની સપાટી નીચે સરકી ગયો છે. ગઈકાલે બજેટ પૂર્વે રજૂ થયેલ આર્થિક સર્વે બાદ બજારમાં આજે કડાકો બોલી ગયો છે.
આજે હેંગસેંગ કોસ્પો સાંધાઈ ઈન્ડોકસોની નરમી પાછળ ભારતીય શેરબજારમાં ખૂલતા જ વેચવાલી જોવા મળતી હતી. બેન્ક નિફટી પ્રારંભે 140 પોઈન્ટ ઘટી 27334 મળતો હતો.
ભૂષણ સ્ટીલ, કોટક બેન્ક, ઈમામી ટેક મહેન્દ્ર ટાટા સ્ટીલ એચસીએલટેક ટીસીએસ યુનાઈટેડ ફોસ્ફરસ જેવા શેર નરમ હતા. જયારે જેટ એરવેજ આરકોમ વીપ્રો, સ્પાઈશ જેટ જેવા શેર મજબૂત હતાં.
વેચવાલી પાછળ સેન્સેકસ 229 પોઈન્ટ ઘટી 36053 ઉપર તેમજ નિફટી 75 પોઈન્ટ તૂટી 11054 ઉપર ટ્રેડ કરી રહ્યા હતાં. પ્રારંભે બેન્ક મેટલ આઈટી સહિતના ક્ષેત્રોના શેરો પ્રેસર હેઠળ રહ્યા હતાં. મીડકેપ, સ્મોલકેપ ઈન્ડેકસ પણ નરમ જોવા મળતા હતાં. ગભરાટ ભરી વેચવાલી પાછળ હેવીવેઈટો પણ રેડઝોનમાં જોવા મળતા હતાં.
જીડીપી વૃદ્ધિના 7-7.5% રહેવાના ઉંચા અંદાઝ બાદ ગઈકાલે સેન્સેકસમાં 233 પોઈન્ટના ઉછાળે 36283 તેમજ નિફટી 61 પોઈન્ટ વધી 11130 થયા બાદ આજે ખુલતી બજારે બજારમાં કડાકો બોલી જતા ટ્રેડરો ઈન્વેસ્ટરો સ્તબ્ધ બની ગયા છે.