મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગીતા વિદ્યાલયની પ્રવૃત્તિ માટે અનુદાનની અપીલ

રાજકોટ તા.13
જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા છેલ્લા પ0 વર્ષથી બાલ-મનો વિકાસ કેન્દ્ર, ગીતા પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્ર, સંસ્કૃત પ્રચાર, રાહત દરે નોટબુક વિતરણ, નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ સંતો-વિદ્વાનોના પ્રેરક પ્રવચનો, સ્તોત્ર કંઠસ્થ સ્પર્ધા, શ્ર્લોકોની અંતાક્ષરી, સાર્વજનીક વાંચનાલય, નિ:શુલ્ક કારકીર્દી માર્ગદર્શન માતૃભાષામાં શિક્ષણનું અભિયાન, બાળમજૂરી નાબુદી અભિયાન, રકતદાન શિબિર, શાળા-કોલેજોમાં નિ:શુલ્ક સેમીનાર તથા મહોત્સવોની ઉજવણી વગેરે પ્રવૃતિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. આ સંસ્થામાં ગીતા જયંતિ, તુલસીદાસ જયંતિ, ગાંધી જયંતિ, સ્વતંત્રતા દિન, ગુરૂપૂર્ણિમા મહોત્સવ, જન્માષ્ટમી વગેરે પ્રસંગો ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તદઉપરાંત પુસ્તકમેળો, વાંચન શિબિર તથા શૈક્ષણિક પ્રવાસ વગેરેનું સમયાંતરે આયોજન થાય છે. આ સંસ્થાને મળતું દાન આવકવેરામાંથી મુકિતને પાત્ર છે. મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે આ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ-દાન આપવા દાતાઓને-શ્રેષ્ઠીઓને ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ હાર્દિક અનુરોધ કરેલ છે.