મકરસંક્રાંતિ નિમિત્તે મહાજનશ્રીની પાંજરાપોળમાં અબોલ જીવો માટે દાન આપવા અપીલ

રાજકોટ તા.13
હિંદુ સંસ્કૃતિમાં 36પ દિવસ દરમ્યાન દાન-ધર્મના કાર્ય માટે અલગ અલગ દિવસનું ખુબ જ મહત્વ બતાવેલ છે. લોકો વાર-તહેવાર અને ઉત્સવને માણવાની સાથે કર્મનો ક્ષય કરી પુણ્યનું ભાથુ બાંધવા માટે અલગ-અલગ પ્રકારે કરવામાં આવતું દાનનો મહિમા બતાવેલ છે.
આ દિવસે અલગ અલગ વસ્તુઓનું દાન કરવાનો દિવસ છે. આમાંથી શ્રેષ્ઠ દાન તે છે. જીવદયા દાન, અબોલ જીવો જે કતલખાનામાંથી બચાવી, પાંજરાપોળમાં જીવનપર્યંત રાખવામાં આવે છે. તેનો નિર્વાંહ માટે દાનની જરૂર પડે છે.
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં પ000 થી વધુ અબોલ જીવો આસરો લઇ રહ્યા છે. આ જીવોની રક્ષા અને નિર્વાહ માટે દાન આપવા અપીલ કરવામાં આવે છે.
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ દ્વારા આપનું દાન સ્વીકારવા આપના રહેઠાણ તથા ધંધાના સ્થળ પાસે મંડપ રાખી જીવદયા કાર્યકરો પોતાની સેવા આપી રહ્યા છે. આપ નજીકના મંડપ ઉપર જઇ આપનું દાન આપી પહોંચ મેળવી શકશો. આપનું દાન ઇન્કમટેક્ષ એકટ 80જી મુજબ ટેક્ષમાં રાહત મળે છે.
અમારા રાજકોટ શહેરમાં નીચે મુજબના 131 સ્ટોલ ઉપર ફાળો આપી શકો છો તેના નામ આ મુજબ છે.
આ ઉપરાંત આપને દાન આપવામાં કોઇ તકલીફ હોય અથવા સીનીયર સીટીઝન છો તો આપ અમારા દાન માટેના હેલ્પલાઇન નં.ર4પ7019, ર4પ8976 ઉપર ફોન કરશો તો અમો જીવદયા કાર્યકર પહોંચ લઇ આપની પાસે રૂબરૂ આવી દાન લઇ જશે.