માનવધર્મ સેવા સમિતિ દ્વારા નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પનું આયોજન


રાજકોટ તા. 13
માનવધર્મ સેવા સમિતિ અને ડીવાઇસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશનના ઉપક્રમે નિ:શુલ્ક દંતયજ્ઞનું આયોજન તા.16ને મંગળવારે સવારે 10 થી 12 માનવ ધર્મ આશ્રમ, હુડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. દંતચિકિત્સા કેમ્પમાં દંતવૈધ જયસુખ મકવાણા, દર્શીત આર. ભાતેલીયા, મોનિકા ભટ્ટ, જીજ્ઞેશ બી. કાલરીયા સેવા આપશે. ઇન્જેકશન વગર જાલંધર બંધ યોગ વડે દાત કાઢી આપવામાં આવશે. દર્દીને ટોકનદરે બત્રીસી પણ બનાવી આપવામાં આવશે. કેમ્પમાં ડો. જ.રા. મકવાણા, જાગૃતિ ચૌહાણ, બીપીનભાઇ વઘાસીયા સેવા આપશે. વધુ વિગત માટે ફોન નં. 2458845 ઉપર અથવા મો.નં. 9428204089 ઉપર સંપર્ક કરવા મારફાણી વાહીદીની યાદીમાં જણાવ્યું છે.