રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા કાલે મેગાનેત્ર યજ્ઞ


રાજકોટ તા. 13
મકરસંક્રાતિ નિમિતે મંજુલાબેન ઘનશ્યામભાઇ અઘારાના હસ્તે ઘનસ્યામભાઇ પરષોતમભાઇ અઘારા- રાજકોટ તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લાને આંખના મોતીયા વિહીન કરવાનાં અશ્ર્વમેઘ સંકલ્પ પૈકી 13મો સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ આવતીકાલે રવિવારનાં રોજ આયોજન સવારે 9:30 થી 12:30 સુધી રણછોડદાસબાપુ ચેરિટેબલ હોસ્પિટલ સદગુરુ આશ્રમ માર્ગ (કુવાડવા રોડ) રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ નેત્રયજ્ઞમાં ફેકો મશીન દ્વારા ટાંકા વગરનાં મોતીયાનાં ઓપરેશન નેત્રમણી સાથે નિ:શુલ્ક કરવામાં આવશે તથા દવા, ટીપા, ચશ્મા, સારવાર, રહેવા જમવાનું નાસ્તો, ચા પાણી વિગેરે તમામ સગવડો કરવામાં આવશે.