શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં હાડકાના રોગો માટે નિ:શુલ્ક હોમિયોપેથી સેવા


રાજકોટ તા. 13
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ ચિકિત્સાલય સંલગ્ન કોટક હોમિયોપેથી સેન્ટર (કનકરોડ, એસ.ટી. પાછળ) ખાતે હવેથી દર શનિવારે બપોરે 3:30 થી 5:00 વાગ્યા સુધી જાણીતા હોમિયોપોથી નિષ્ણાંત ડો. પ્રતિક ખંધેડીયા હાડકાના રોગો જેવા કે સાયટીકા, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, હાટકાનું જકડાઇ જવું અને દુખાવા માટે દર્દી સાજા ન થાય ત્યાં સુધી હોમિયોપેથી દવા સારવાર માટે અપાશે.