ફિ નિર્ધારણ સમિતિમાં વાલીઓનું પ્રતિનિધીત્વ 80 ટકા હોવું જોઇએ । મંતવ્ય


હમણા પ્રખ્યાત જંગી ફી ઉઘરાવીને પ્રજાનું શોષણ કરે છે તે બાબતમાં અભુતપુર્વ જાગૃતિ આવી છે. અને વાલીઓ સરકારની સામે તથા સ્કૂલો સામે લડત ચલાવી રહ્યા છે. સરકાર પ્રજાને પડખે રહેવાને બદલે સ્થાપીત હીતો વાળી સ્કૂલો ને પડખે કામ કરે છે એમ ચોખ્ખુ દેખાય છે. ફી નીર્ધારણ સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ 80 ટકા હોવું જોઇએ સરકારનું 10 ટકા અને સ્કૂલોવાળાનું 10 ટકા આ ન્યાયની વાત થઇ. હજારો અને લાખો વાલીઓને જેની અસર થાય છે તે ફી નીર્ધારણ સમીતીમાં વાલીઓને કાંઇ પ્રતિનિધિત્વ જ સરકારે આપ્યું નથી. એટલે ચોખ્ખું છે કે સરકારની દાનત ખોરા ટોપરા જેવી છે. કરોડો લોકોનાં મતથી ચૂંટાયેલી સરકાર કરોડો લોકોના લોકમતને દગો દઇ ને સ્થાપીત હીત તરફે વર્તે તો તેનુ પરીણામ શું આવે એ ગાંધીજીએ લખ્યું જ છે કે લોકમતની સરેઆમ ઉપેક્ષા કરનાર કોઇ પણ સરકારનાં ભુક્કા જ બોલી જવાના. પ્રજામાં આવેલી જાગૃતી સતત વધતી જાય છે. તો ફી ઘટાડવાનો કે પાછી આપવાનો જેટલો વહેલો નીર્ણય લેવાય તે પ્રજાનાં અને સરકારનાં પણ હીતમાં છે.