સેવિંગ ટ્રીટમેન્ટ સફળ ન થતા ગ્રાહકે ચુકવેલી રકમ પરત આપવા પાર્લર ચાલકને હુકમ

રાજકોટ તા,13
રાજકોટમાં રહેતા યુવાને સેવીંગ ટ્રીટમેન્ટ માટે આયુર્વેદિક સારવાર માટે સારવાર કરાવી હતી. પરંતુ આ સારવાર સફળ ન થતા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તેની સાથે છેતરપીંડી થઇ હોવાની ફરીયાદ કરતા પાલર્રના માલીકને ગ્રાહકના પૈસા પરત ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.
ફરીયાદી જવાહર પહેલરાજ પંજાબીએ દાઢીના વાળ કાયમી ધોરણે દુર કવરાની ટ્રીટમેન્ટ તથા અણગમતા વાળમાંથી આજીવન છુટકારો મેળવવા માટે અમીધારા પાર્લરમાંથી આયુર્વેદિક સારવાર લીધી હતી.
ત્યારબાદ 15 માસ જેટલો સમય સુધી ટ્રીટમેન્ટ કરાવેલ છતા ફરીયાદીના દાઢીના વાળ સંપૂર્ણ રીતે દુર થયેલ નહી તેથી ફી પરત વસુલવા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અરજી કરી દાદ માંગેલ. આ સંદર્ભમાં ફરીયાદીના ચહેરા ઉપરના દાઢીના વાળ સંપૂર્ણ રીતે દૂર થયેલ નથી તેવુ સ્પષ્ટ રીતે જણાવ અને રેકર્ડ ઉપર સામાવાળાની સેવામાં ખામી પુરવાર થતી હોય રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના જે.આઈ. રાવલ તથા એમ.વી. ગોહેલ દ્વારા પાર્લરના સંચાલકને ફરીયાદીને રૂા.20000 વાર્ષિક 9% વ્યાજ સાથે હુકમની તારીખથી દીન 30માં ચુકવી આપવા તેમજ ફરીયાદીને થયેલ માનસીક દુ:ખત્રાસ બદલ રૂા.2000/- અને ફરીયાદીને થયેલ અરજી ખર્ચની રકમ રૂા.1000/- ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ આ કામમાં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી ચિરાગ કે. કુકરેચા રોકાયેલા હતા.