હોટેલ ધી ફર્ન દ્વારા અનોખો કાઠીયાવાડી જલસો: ફૂડ ફેસ્ટીવલનું ટેસ્ટી આયોજન

  • હોટેલ ધી ફર્ન દ્વારા અનોખો કાઠીયાવાડી  જલસો: ફૂડ ફેસ્ટીવલનું ટેસ્ટી આયોજન
  • હોટેલ ધી ફર્ન દ્વારા અનોખો કાઠીયાવાડી  જલસો: ફૂડ ફેસ્ટીવલનું ટેસ્ટી આયોજન

રાજકોટ: રાજકોટની સ્વાદપ્રીય જનતાને હંમેશને માટે કઈક નવું પીરસવાની પોતાની આગવી પ્રણાલી મુજબ હોટેલ ધી ફર્ન દ્વારા તા.12 જાનુઆરી  થી 21 જાનુઆરી સુધી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એવા કાઠીયાવાડી જલસો ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. વેવ્સ રેસ્ટોરન્ટમાં દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી અવનવી કાઠીયાવાડી વાનગીઓ જેવી કે રીંગળા નો ઓળો, કાજુ કરેલા, ભરેલા ભીંડા, ઊંધિયું, મગ ની દાળ નો શિરો, લચકો અડદિયો, બાજરા નો રોટલો, મેથી થેપલા, વઘારેલી ખીચડી, કઢી. જેવી વાનગીઓનો રસથાળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોટેલ ધી ફર્ન અવારનવાર વૈવિધ્યસભર ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવા માટે સૌરાષ્ટ્રના સ્વાદરસિકોમાં જાણીતી છે. હોટેલ દ્વારા આ અગાઉ ચીનાબાઝાર, મેક્સીકન, ઇટાલિયન, દાવત-એ-અવધ, સ્ટ્રીટ ફુડ, દક્ષીણ ડીલાઈટ, સાઉથ ઇન્ડિયન, પિઝલર તથા મહારાષ્ટ્રીયન જેવા અવનવા ફુડ ફેસ્ટીવલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ અને અદભુત પ્રતીસાદ સાંપડેલ. વધુ માહીતી માટે (મો.) 90999 13226 પર સંપર્ક કરવા જણાવાયું છે.