દીકરીએ કરાવ્યા માતાના લગ્ન

  • દીકરીએ કરાવ્યા માતાના લગ્ન
  • દીકરીએ કરાવ્યા માતાના લગ્ન
  • દીકરીએ કરાવ્યા માતાના લગ્ન

જયપુર તા. 13
રાજસ્થાનની રાજધાનીમાં 25 વર્ષની એક દીકરીએ તેની વિધવા માતાના બીજા લગ્ન કરીને સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો હતો.
સોશિયલ મીડિયામાં સમાજ સુધારાના આ પ્રયાસને બિરદાવવામાં આવી રહ્યો છે. સવાલ-જવાબ સાથે જોડાયેલ એક બ્લોસીંગ વેબસાઇટ કોર પર સાહસીક દીકરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેની પોસ્ટને 2 લાખથી વધુ લોકો વાંચી ચૂક્યા છે.
જયપુરની સંહિતા અગ્રવાલના 52 વર્ષના પિતા મહેશ ગુપ્તાનું 13 મે 2016ના રોજ સાયલન્ટ એટેકથી અવસાન થયું હતું. સંહિતા માટે આ એક મોટો આઘાત હતો.
આ દુ:ખથી સંહિતાની માતા ગીતા ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી અને દુ:ખી રહેતી હતી. બાદમાં માની એકલતા દૂર કરવા દીકરી સંહિતાએ માના બીજા લગ્ન કરાવ્યા હતા.