અહીં રોડને અપાશે 10-12માના ટોપર્સના નામ

  • અહીં રોડને અપાશે 10-12માના ટોપર્સના નામ

લખનઉ, તા.13
ઉત્તર પ્રદેશમાં હાઈ સ્કૂલ અને ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં ટોપ કરનારા લોકો માટે એક સારા સમાચાર છે. માધ્યમિક શિક્ષા પરિષદની હાઈ સ્કૂલ અને ઇન્ટરમીડિયેટ એક્ઝાટમાં ટોપ કરનારા તારલાના નામે તેમના ગામને જોડતા માર્ગ બનાવવામાં આવશે. આ સાથે જ રસ્તાનું નામ પણ મેધાવી વિદ્યાર્થીઓના નામ પર રાખવામાં આવશે. સ્વામી વિવેકાનંદની 155મી જયંતી પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આમ કરવાથી યુવાનોને પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યના 24 વિદ્યાર્થીને નોમિનેટ કરી તેમનાં નામે તેમના ગામને જોડતા રસ્તા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ઇન્ટરમીડિયેટના 14 અને હાઈ સ્કૂલના 10 તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ડેપ્યુટી સીએમે કહ્યું છે કે, મેધાવી વિદ્યાર્થીઓની સાથે સાથે એ હસ્તીઓનાં ગામના રસ્તાનો પણ સરકાર કાયાકલ્પ કરાવશે, જેમણે દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. તેમણે લોકો પાસે આવા લોકોનાં નામ અને તેમનો સંપૂર્ણ પરિચય લોક નિર્માણ વિભાગને મોકલવાની અપીલ કરી છે, જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે.