તરૂણીને રાતે બાઈક ઉપર વાડીએ લઈ જઈને દુષ્કર્મ

જુનાગઢ તા.13
વિસાવદરના ચાપરડા ગામે એક સગીરા ઉપર નરાધમે દુષ્કર્મ ગુજાર્યાના બનાવથી ચકચાર જાગી છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા ગામના ગીરીશ બોઘા પટેલે ગત રાત્રીના અકે સગીરાને પોતાના મોટર સાયકલ પર બેસાડી વાડીએ લઇ જઇ રાત્રીના બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાનમાં સગીરાની મરજી વિરૂઘ્ધ બદકામ આચર્યુ હતુ.
આ અંગે સગીરાએ પોતાના ઘરે જઇ વાલીઓને જણાવતાં સગીરા પોતાના વાલીઓ સાથે વીસાવદર પોલીસ સ્ટેશને જઇ ચાપડાના ગીરીશ બોઘા પટેલ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદ મુજબ આ કામનો આરોપી ગીરીશ ધાક ધમકી મોટર સાયકલ પર બેસાડી વાડીએ લઇ ગયેલ અને ત્યાં તેણી સાથે મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. જો આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપેલ હતી. વિસાવદર પોલસે સગીરાના ફરિયાદના આધારે આરોપી ગીરીશ બોઘા પટેલ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.