પતિના દગાથી પત્નિનું માનસિક સંતૂલન કથળ્યુ: ને રસ્તે ભટકીજુનાગઢ તા. 13
પતિએ વિદેશમાં જઈ બીજા લગ્ન કરી લેતાં પત્નીની માનસિક સ્થિતિ બગડતાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ચુકેલ એક મહિલાનુ 181એ ટીમે પરિવાર સાથે મિલન કરાવી દઈ એક પ્રશંસનીય કામગીરી કરી હતી.
જુનાગઢના જોશીપુરા રહેતા એક બેન બીલખા રોડ પર હોવાનું અને માનસિક રીતે બરાબર ન હોવાની જાણ થતાં 181 ના અરૂણાબેન અને પાયલોટ રાજેશ ગઢવી સ્થળ પર પહોંચ્યો હતા અને મહિલા નો કબ્જો લીધો હતો. બાદમાં પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો પતિ બે વર્ષ પહેલા વિદેશમાં ચાલ્યો ગયો હતો અને ત્યાં જઈ બીજા લગ્ન કરી લેતા આ મહિલાની માનસિક સ્થિતિ બગડી હતી જેના કારણે તે બીલખા રોડ પર પહોંચી ગઈ હતી. બાદમાં 181 ટીમે મહિલાને માનસિક શાંતિ આપી તેણીના પિતાને બોલાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, હાલમાં આ મહિલા તેના પિતા સાથે આનંદથી રહે છે.
રોડના કામમાં ભ્રષ્ટાચાર
જુનાગઢ તા. 12 વોર્ડ નંબર. 7માં ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ યુવા કોંગી અગ્રણીએ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા મનપામાં સોપોં પડી જવા પામ્યો છે.
જુનાગઢના યુવા કોંગી અગ્રણી અમિત ઠુમ્મરે વોર્ડ નંબર. 7માં ચાલતા રોડના કામમાં લોટ, પાણીને, લાકડા જેવા ભ્રષ્ટાચારથી ભરેલા અને હલકિ ગુણવત્તા વાળા કામ થતા હોવાનો ખુલ્લો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરવાની મનપા કમિશનરને વિનંતી કરતો પત્ર પાઠવેલ છે,
જો આ મામલે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પત્રના અંતે ઉચ્ચારેલ છે.