પ્રભાસપાટણ, સુત્રાપાડામાં કાલે વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ

પ્રભાસપાટણ તા.13
પ્રભાસપાટણ અને સુત્રાપાડામાં ગીર સોમનાથ શ્રી વિરમાંધાતા યુવા સેવા સંગઠન દ્વારા તા. 14-1-18 ને રવિવારના રોજ શ્રી માંધાતા પ્રાગટય મહોત્સવ નીમીતે જોરદાર તૈયારીઓ ચાલી રહેલ છે.
જેમાં શોભાયાત્રા, બાઇકરેલી, સોમનાથ મુકામે નવા ધારાસભ્યનું સન્માન સહીત દિવસભર વિવિધ કાર્યક્રમો ચાલનારા છે. અને સમગ્ર કોળી સમાજના યુવાનોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. અને આ ભવ્ય ઉત્સવમાં સામેલ થવા વિર માંધાતા યુવા સેવા સંગઠન ગીર સોમનાથ
દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાને આમંત્રણ પાઠવેલ
અને કાર્યક્રમમાં હાજરી આપવા જણાવેલ છે.