વાંસજાળીયાથી 1.14 લાખનો દારૂ પકડાયો, કુખ્યાત બુટલેગર ફરારજામનગર તા,13
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયાની દારૂનો જંગી જથ્થો ઝડપાયેલો છે. પરંતુ જેઓ જથ્થો છે તે આરોપી ફરાર થઇ ગયો છે જે એક મહીનાથી ફરાર છે અનેદારૂના આઠ ગુના પોલીસે તેની સામે નોધેલો છે ત્યારે એની પાસેથી દારૂ લેનારાઓની સામે પણ પોલીસે ગુના નોંધ્યા છે.
વાંસજાળીયાની સીમમાંથી જેઠા લાખા મોરી નો દારૂનો જથ્થો 229 બોટલ રૂા. 114500નો ઝડપાયો છે. પરંતુ એ આરોપી ફરાર છે. જયારે કાનાલાખા મોરીઝડપાયો છે. આ દારૂનો જથ્થો લેનાર બાલુભાઇ રબારી, પોપટ માલા કોડીયાર, રાજુ નારણ મોરી,સવદાસ મેર, લખમણભાઇ રબારી, દાસા ડાયા રબારી, ભુપત દેવા મોરી સામે પણ પોલીસે ગુનો નોંધાયો છે જેની તપાસ પીએસઆઈ જે.ડી.પરમાર ચલાવે છે. દારૂ વેચનાર આ કુખ્યાત શખ્સે મહીલા ફોજદારને પણ ફોનથી ધમકી આપી છે. હજારો બોટલ દારૂ ઝડપાયો છે. છતા કોઇ પોલીસ તેને શોધી શકી નથી તેનું કારણ અકળ છે દરમ્યાન જાણવા મળ્યા મુજબ અન્ય ગુનામાં આ આરોપી ઝડપાયો છે.