15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ

  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ
  • 15 મિનિટના અગ્નિ તાંડવમાં 3 યુવતી ભડથું, 37ને ગૂંગળામણ

 હરેશ પંડયા
રાજકોટ, તા. 13
પ્રાંસલા ખાતે ચાલતી રાષ્ટ્ર કથા શિબિરમાં શુક્રવાર રાત્રે બનેલી અઘટીત ઘટનામાં અકસ્માતે શિબીરાર્થીઓને રાખવામાં આવેલ તંબુમાં ગમે તે કારણોસર આગ લાગતા જોત જોતામાં 28 તંબુ બળીને સ્વાહ થઈ ગયા હતા જેમાં ત્રણ બહેનો આગમાં ભડથૂ થઈ ગઈ હતી જયારે એકને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઈ હતી. જયારે 38 જેટલી બહેનોને ગભરામણ-ગુંગળામણ થતા તાત્કાલીક સારવાર અપાઈ હતી તો ઘટનાની જાણ થતા જ સ્થાનીક તેમજ આસપાસમાંથી ફાયર ફાઈટરો, આરોગ્યની ટીમો સાથે કલેકટર, અધિક કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ છેલ્લા 20 વર્ષથી મુળ ઝારખંડના અને ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે પોતાની કર્મભૂમિ બનાવી વૈદીક મીશન ટ્રસ્ટના નેજા હેઠળ સ્વામી ધર્મ બંધુજી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયું છે જયાં દેશભરમાંથી શાળા-કોલેજના હજ્જારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવનાના પાઠ ભણવા આવે છે. આવા શિબિરાર્થીઓને દેશના મહાન વૈજ્ઞાનિકો, ભારતીય સુરક્ષા દળમા ઉચ્ચ હોદા પર રહેતા કમાન્ડરો, મેજરો, દેશના નામાંકીત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતીઓ, સમાજશાસ્ત્રીઓ સહિતના મહાનુભાવો ત્યાં શિબિરાર્થીઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવા આવતા હોય છે.
આ પ્રાંસલા ખાતે ગઈ તા.6 જાન્યુ.થી 13 જાન્યુ. સુધી આવીજ એક રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં બે દિવસ પહેલા જ દેશના ગૃહમંત્રી રાજનાથસિંઘજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મેજરો, જનરલો સહિતના લશ્કરના વડાઓ, વૈજ્ઞાનીકો સહિતના લોકો આ શિબિરમાં માર્ગદર્શન આપવા આવી પહોંચ્યા હતાં તો ચાલુ વર્ષે પણ આંધ્રના 13, કાશ્મીરના 75, હરીયાણા 23, દિલૈયા 50 સહિત કુલ 14 થી 15 હજાર જેટલા ભાઈઓ-બહેનો શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતાં. શિબિર દરમિયાન ભાઈઓ/બહેનો માટે રહેવા જમવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી તો બેઠક વ્યવસ્થા સાથે તાલીમ પણ અલગથી આપવામાં આવતી હતી. ગઈકાલે દિવસભરના વિવિધ સેશનો પતાવી રાત્રીના 10-30 વાગ્યે શિબિરાર્થી ભાઈ/બહેનો સૌ પોત પોતાના તંબુમાં ચાલ્યા ગયા હતા અને વ્હેલી સવારે શિબિર દરમિયાન બધાને પાંચ વાગ્યે ઉઠવાનુ હોય રાત્રીના 11 થી 11-30 આસપાસ પોતાના તંબુમાં સૌ ચાલ્યા ગયા હતાં.
દરમિયાન ગમે તે કારણોસર આ શિબિરમાં બહેનો માટેના અલગ તંબુના વિભાગમા શોર્ટ સર્કિટ કે બીજી કોઈ પણ રીતે તિખારો જલવાને કારણે અતિ ભયંકર આગ લાગી હતી અને એજ સમયે અચાનક પવન ફૂંકાવા લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું જો કે આગની જાણ થતાની સાથે જ ત્યાં શિબિરાર્થી બહેનો સાથે મહિલા પોલીસ કર્મચારીઓએ દેકારો કરી મુકતા તમામ બહેનો પણ ચીસા-ચીસ કરવા લાગી હતી.
જે ચીસો અને રાડારાડ સાંભળી ત્યાં હાજર રહેલા એનડીઆરએફ, સીઆરએએફ, સીઆઈએસએફ, સૈન્ય સહિતના જવાનો તુરંત આગની દિશામાં દોડી ગયા હતા અને આ સમયે ત્યાં સ્થાનિકમાં હાજર રહેલો લાયબંબો પણ દોડી ગયો હતો. દિવાલો અને દરવાજાથી બંધ કમ્પાઉન્ડમાં લાગેલી આગમા ફસાયેલી બહેનોને બહાર કાઢવા માટે મહિલા પોલીસોએ બહેનોને તેડી તેડીને 4 થી 5 ફૂટ ઉંચી દિવાલ ટપાવી દીધી હતી.
જો કે, શિબિરમાં આ તંબુમાં 500 થી વધુ બહેનો હોવાથી એનડીઆરએફના જવાનોએ તાત્કાલીક કમ્પાઉન્ડનો દરવાજો તોડી નાખી સાથોસાથ થોડાજ અંતર કમ્પાન્ડ વોલ તોડી બહેનોને નિકળવાનો માર્ગ મોકળો કર્યો હતો. જો કે અકસ્માતે લાગેલી આ ભયંકર આગે સ્વરૂપ ધારણ કરતા ઉપલેટા, ધોરાજી, રાણાવાવ, પોરબંદરના ફાયર ફાયટરો આ તમામ સ્થળ સાથે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાંથી સરકારી અને ખાનગી 30 એમ્બુલન્સો સાથે કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો.
ઘટના સ્થળની સાથે જ રાજકોટ કલેકટર વિક્રાંત પાંડે, અધિક કલેકટર હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા આંતરીપ સુદ, ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા અને જેતપુર તાલુકાની આરોગ્ય ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
એ દરમિયાન આગ તો કાબુમાં આવી ગઈ હતી પરંતુ આગને કારણે તંબુમાં સુતેલી ત્રણ બહેનો જેમાં વનીતા સવસીભાઈ જમોડ ઉ.વ.16 રહે.રમણાસુરા તા.સાયલા, કિંજલ અરજણભાઈ ઉ.વ.14 રહે.આંબરડી તા.જસદણ અને મોરબીની આશ્રમ શાળામાં ભણતી રૂપાણી અશોકભાઈ દવે આગની ઝપટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા ત્રણેયના કરૂણ મોત થયા હતાં જયારે ગોધવીયા ખુશી મોહનભાઈ નામની સગીરા ગંભીર રીતે દાઝી જતા તેણીને પ્રથમ ઉપલેટા બાદમાં ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઈ હતી.
જયારે આ દુર્ઘટનાથી અન્ય બે બહેનોને ભાગદોડને કારણે પગમાં ગંભીર ઈજા થતા તેમજ કુલ 35 જેટલી અન્ય બહેનોને ધુમાડાને કારણે ગુંગણામળની અસર થતા તાત્કાલીક 108 દ્વારા ઉપલેટા સરકારી હોસ્પીટલ ખાતે 21 બહેનોને ખસેડવામાં આવી હતી જયારે આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાવામાં આવેલા તંબુમા 17 જેટલા બહેનોને સારવાર સ્થાનિક લેવલે આપવામાં આવી હતી.
જો કે વહેલી સવાર સુધીમાં ઉપલેટા સારવાર માટે ખસેડવામાં આવી હતી મોટા ભાગની બહેનોને તબીયત સારી થઈ જતા દવાખાનામાં રજા આપી દેવામાં આવી હતી તો હોસ્પીટલેથી તમામ બહેનોને તેમના લઈ જવા માટે બસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી.
આ સિવાય આ ગંભીર દુર્ઘટનાને પગલે રાત્રીના સમયે શિબિર પૂર્ણ કરી દેવામાં આવી હતી અને અન્ય બાકીના ભાઈ/બહેનોને પોત પોતાના વતન જવા માટે વહીવટી તંત્ર દ્વારા વાહન-વ્યવહારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. અને બપોર સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા ભાગના શિબિરાર્થી ભાઈઓ બહેનો પોતાના વતન પહોંચી ગયા હતાં. જયારે પરપ્રાંતમાંથી આવેલા કેટલાક શીબીરાર્થીઓની ટ્રેનોના સમય પ્રમાણે તેઓને પણ તંત્ર દ્વારા ગોઠવણ કરી દેવામાં આવી હતી.
વ્હેલી સવાર સુધી ઘટના સ્થળે રોકાયેલા કલેકટર અને અધિક કલેકટરે આ શિબિરાર્થી ભાઈ બહેનોને વતન પહોંચાડવા માટે તમામ સગવડતા કરવા ડે.મામલતદાર તુષેર જોષીને ખાસ સુચના આપી હતી.
તો ફોરેન્સીક નિષ્ણાંતોની ટીમ પણ દોડી આવી હતી અને પ્રાથમીક તારણ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું જોવા મળ્યું હતુ છતાં જીણવણ ભરી તપાસ માટે વિવિધ વસ્તુઓના નમુના લઈ લાગવાના મૂળ સુધી પહોંચવતા કામગીરી હાથ ધરી હતી.
આગની દુર્ઘટનાને કારણે 28 જેટલા તંબુમાં એક તંબુ દીઠ 15 થી 20 બહેનો મળી કુલ 500 જેટલી બહેનોની કપડા સહિતની વસ્તુઓના થેલા, શુટકેશ જેવી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી જેને કારણે કલેકટર દ્વારા ત્વરીત જ સંસ્થાઓનો સંપર્ક કરી આવા બહેનો માટે 300 થી વધુ ધાબળાની વ્યવસ્થા કરી આપી હતી. મૃતકોના પરિવારને 4 લાખની સહાય, મુખ્યમંત્રીએ વ્યક્ત કરેલુ દુ:ખ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રાસલા માં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટર ને આદેશો આપ્યા છે.. મુખ્યમંત્રી એ આ દુર્ઘટના માં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહતનિધિ માંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી. દુર્ઘટનામાં મોતને ભેટેલી છાત્રાઓની યાદી
1) વનીતા સવજીભાઈ જમોડ ઉ.વ.16 રહે.રમણાસુરા તા.સાયલા
2) કિંજલ અરજણભાઈ ઉ.વ.14 રહે.આંબરડી તા.જસદણ
3) રૂપાલી અશોકભાઈ દવે આશરે ઉ.વ.16 રહે.મોરબી આશ્રમ શાળા
આરોગ્ય, ફાયર, એમ્બ્યુલન્સ સેવા
પ્રાંસલામાં આગની ભયાનક દુર્ઘટના બાદ આરોગ્ય, ફાયર અને એમ્બ્યુલન્સ સેવાએ રંગ રાખ્યો હતો. ધોરાજી-ઉપલેટા-જેતપુર અને જામકંડોરણા ઉપરાંત જીલ્લા પંચાયતની 25 આરોગ્ય ટીમો, 15 થી વધુ ફાયર ફાઈટરો અને 3ઢ એમ્બ્યુલન્સ દ્વારા યુધ્ધના ધોરણે બચાવ-રાહત કાર્ય હાથ ધરાયું હતું. દિવાલ, દરવાજો તોડીને બચાવાઈ
પ્રાંસલામાં જે કમ્પાઉન્ડમાં છાત્રાઓમાં કેમ્પ હતા તેની ફરતે પાકી દિવાલ અને મોટો દરવાજો હોય, મહિલા પોલીસે છાત્રાઓએ બાળાઓને તેડી દિવાલ ટપાડી બચાવી હતી તેમજ બચાવકાર્ય માટે દિવાલ તથા દરવાજો પણ તોડી નાખ્યા હતા. બે છાત્રા નિદ્રાધીન, 1 મોબાઈલ લેવા
જતા ભડથું થઇ ગઇ
ટેન્ટમાં અચાનક લાગેલી વિકરાળ આગમાં બે બાળા સુતી હતી ત્યાં જ આગની ઝપટમાં આવી ભડથૂ થઇ ગઇ હતી ત્યારે એક બાળા બહાર નીકળી ગયા બાદ મોબાઈલ લેવા જતા આગની લપેટમાં આવી મોતને ભેટી હતી.
તો ભયાનક જાનહાની થાત
પ્રાસંલા રાષ્ટ્રકથા શિબિરમાં એન.ડી.આર.એફ, સી.આર.એ.એફ., સી.આઈ.એફ.સી.ને મહિલા પોલીસનો પણ કેમ્પ હોવાથી બચાવ-રાહત કાર્ય ઝડપી બન્યુ હતું. હાજર જવાનોએ રંગ રાખ્યો હતો અને મોટી જાનહાની અટકાવી હતી. જો સ્થળ પર આ ટીમો હાજર ન હોત તો કલ્પનાતિત જાનહાની થવાનો ભય હતો.
છેલ્લો દિવસ હોવાથી 500 છાત્રા જ હતી
રાષ્ટ્રકથા શિબિરનો આજે છેલ્લો દિવસ હોવાથી 80 ટકા છોકરીઓ
કેમ્પ છોડીને જતી રહી હતી અને કેમ્પમાં માત્ર 500 જેટલી છાત્રોને જ હાજર હતી જેના કારણે બચાવ-રાહત કાર્ય ઝડપી બન્યું હતું અને મોટી જાનહાની અટકી હતી.   પ્રાંસલાની દુર્ધટનામાં દાઝી ગયેલી પાંચ છાત્રાઓ રાજકોટ સારવારમાં ઉપલેટાના પ્રાંસલા શિબિરમાં ગત રાત્રે શોર્ટ સર્કિટથી છાત્રાઓના ટેન્ટમાં આગ ભભૂકી ઉઠતાં દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ત્રણ છાત્રાના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે અનેક છાત્રાઓ ગંભીર રીતે દાજી ગઇ હતી જેમાંથી પાંચ છાત્રાઓને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ છે જેમાં મોરબીના માણેકવાડા ગામે રહેતી ખુશી મુકેશભાઇ ગોધવીયા (ઉ.વ.13) સહિત બે છાત્રાઓને સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ છાત્રાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે યોજાયેલ રાષ્ટ્રકથા શિબિરના તંબુઓમાં ગતરાત્રે લાગેલી ભયાનક આગના કારણે શિબિરમાં ભાગ લેવા આવેલી 3 છાત્રાઓ ભડથું થઇ ગઇ હતી જ્યારે 37 છાત્રાઓને ગુંગળામણ થતાં અને ઓછે વતે અંશે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. તસવીરોમાં શિબિરના તંબુઓમાં ખેલાયેલા આગના તાંડવ બાદ સર્જાયેલી સ્થિતિનો ચિતાર સ્પષ્ટ જોઇ શકાય છે.(તસવીરો: હરેશ પંડયા)