સુશાંતસિંહે 15 કરોડને નહીં, જવાબદારીને મહત્ત્વ આપ્યું

  • સુશાંતસિંહે 15 કરોડને નહીં,  જવાબદારીને મહત્ત્વ આપ્યું


મુંબઇ તા.13
બોલીવુડના ઘણા કલાકારો ફેરનેસ ક્રીમની જાહેરાતમાં જોવા મળે છે પણ કેટલાક કલાકારો આવી જાહેરાતો કરવાની ના પાડી દેતા હોય છે. ગયા વર્ષે અભય દેઓલે આવી જાહેરાતો કરતા કલાકારોને ઝાટકી નાખ્યા હતા. પણ હવે જાણવા મળે છે કે સુશાંતસિંહ રાજપુતે પણ આવીઅ ેક ફેરનેસ ક્રીમની જાહેરાતનો કોન્ટ્રેકટ નકારી દીધો છે આ ડીલ માટે તેને 15 કરોડ રૂપિયાની ઓફર મળી હતી. આ સંદર્ભમાં જાણવા મળે
છે કે સુશાંતસિંહ આ પ્રકારની જાહેરાતો કરવા માગતો નથી એથી આટલી મોટી રકમની ડીલ થવાની હોવા છતા તેણે ના પાડી દીધી હતી. જે પ્રોડકટ સાથે જોડાઈએ એ બાબતે આપણે રિસ્પોન્સિબલ હોવા જોઇએ એવુ તેનું માનવું છે.
ત્રણ વર્ષ લાંબી આ ડીલમાં સુશાંતે 6 કમર્શીયલ કરવાની હતી. આ ડીલ વિશે તેણે કહ્યું હતું કેએક જવાબદાર એકટર તરીકે આપણી ડ્યુટી છે કે આપણે કોઇ ખોટો મેસેજ થવા દેવો ન જોઇએ. સ્કિનના કલરને લીધે એકને પ્રેફરન્સ મળે એવી ચીજોને પ્રમોટ ન કરવી જોઇએ.