52 વર્ષના કૂંવારા સલમાનને લગ્ન આડે મંગળ નડે છે..!

  • 52 વર્ષના કૂંવારા સલમાનને  લગ્ન આડે મંગળ નડે છે..!


મુંબઇ તા.13
સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? આ સવાલ ચાહકોના મનમાં રોજ ઉઠતો હોય છે. સલમાનના અફેયરની તો ઘણી જ ચર્ચા થાય છે પરંતુ લગ્ન સુધી વાત પહોંચતી નથી.
હાલમાં સલમાનનું નામ લુલિયા વન્તુર સાથે જોડાયેલું છે. તો કેટરિના કૈફ સાથે પણ સલમાનના નિકટના સંબંધો છે. સલમાનના લગ્ન થશે કે નહીં, તે જાણવા માટે હાલમાં જ ટેરોકાર્ડ મુનિષા ખટવાણી સાથે વાત કરી હતી.
મુનિષાએ કહ્યું હતું કે સલમાનનો મંગળ ઘણો જ ભારે છે. આવા લોકોના લગ્નમાં મોડું થાય છે અથવા તો લગ્ન થતા જ નથી. આગામી 2-3 વર્ષમાં સલમાનના લગ્નના ચાન્સ છે. જો આનાથી વધુ મોડું થયું તો લગ્નમાં ઘણી જ મુશ્કેલી આવી શકે છે. સલમાન અને કેટરિનાના સંબંધ અંગે કહ્યું હતું કે તેઓ લગ્ન કરી શકે છે પરંતુ તેમના લગ્નજીવનમાં ઘણાં જ પ્રોબ્લેમ્સ આવી શકે તેમ છે.