નાની હેમા સાથે દોહિત્રી રાધ્યાનો ફોટો વાયરલ

  • નાની હેમા સાથે દોહિત્રી  રાધ્યાનો ફોટો વાયરલ


મુંબઇ: ડ્રીમ ગર્લ હેમા માલિનીનો આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં હેમા માલિની પોતાની દોહિત્રી રાધ્યા સાથે જોવા મળે છે. બંને યલો કલરના કપડામાં ટ્વિનિંગ કરતી જોવા મળે છે. રાધ્યાનો પહેલો ફોટો શેર કર્યો.એક દિવસ પહેલા ઈશાએ પણ રાધ્યાનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા. વર્ષ 2017માં 20 ઓક્ટોબરના રોજ ઈશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ રાધ્યા રાખવામાં આવ્યું છે. ઈશાએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા. ઈશાએ 29 જૂન 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.36 વર્ષિય અભિનેત્રી એલઓસી કારગિલ, યુવા, ધૂમ, આંખે જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે.
થોડા સમય પહેલા એશા દેઓલ રિયાલિટી શો રોડીઝમાં જજ તરીકે કામ કર્યું હતું.