આજે પાકિસ્તાન માટે ક્રિકેટમાં કાળો દિવસ સાબિત થયો

  • આજે પાકિસ્તાન માટે ક્રિકેટમાં કાળો દિવસ સાબિત થયો

હજુ ગઈકાલે બ્લાઇન્ડ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે હારી ગઈ તો આજથી શરૂ થયેલા અંડર-19 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની ટીમ નવોદિત અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચમાં જ હારી ગઈ: આજે ડુનેડિન ખાતે રમાયેલી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં પણ પાકિસ્તાનની હાર થઇ અને આખી ટીમ માત્ર 74 રનમાં તંબુ ભેગી થઇ ડુનેડિન તા.13
ક્રિકેટમાં સૌથી અનપ્રેડિકટેબલ ટીમ હોઈ તો તે પાકિસ્તાનની છે. એકબાજુ ગમે તેવી મજબૂત ટીમને આસાનીથી હરવામાં પાકિસ્તાન માહિર છે તો આજ ટીમ ગમે ત્યારે નબળી પણ પડી જતી હોઈ છે અને એમાં આજે તો ખરાર અર્થમાં પાકિસ્તાનની ટીમ માટે કાળો દિવસ સાબિત થયો છે.
એક બાજુ હજુ ગઈકાલે જ ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનને આસાનીથી હરાવી દીધું હતું ત્યારે આજે ન્યુઝીલેન્ડમાં પાકિસ્તાનની બંને ટીમોને નામોશીભરી હારનો સામનો કરવો પડ્યો છે.આજથી શરુ થયેલા અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની તેમે 5ાકિસ્તાનને 4 વિકેટે પરાજય આપ્યો છે તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને ત્રીજા વન ડે માં પરાજિત કરીને શ્રેણી અને મેચ જીતી લીધા છે.
ન્યુઝીલેન્ડમાં આજથી શરુ થયેલા અંડર -19 વર્લ્ડ કપમેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ અફઘાનિસ્તાનની અસરકારક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 188 રનમાં ઑલઓઉટ થઇ ગઈ હતી,માત્રવિકેટકીપર રોહેલ નાઝિર દ્વારા 81 રન બનાવામાં આવ્યા હતા જયારે અલી ઝઈબે 30 રન કર્યા હતા. અફઘાનિસ્તાન વતી અઝમતુંલ્લાહ અને ક્વોઇસ અહમદે 3-3 વિકેટ ઝડપી હતી
જવાબમાં અફઘાનિસ્તાને આ ટાર્ગેટ 48 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો જેમાં રહેમાનુલ્લાહ 31,ઈકરામ અલીએ 46 અને ડાર્વિસ રસૂળીએ શાનદાર હાફ સદી ફટકારીને અફઘાનિસ્તાનને યાદગાર વિજય અપાવ્યો હતો રસૂળીએ એક છેડો સાંભળીને અફઘાનિસ્તાનને વિજય તરફ દોરી ગયો હતો તેમણે 80 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કા સાથે અણનમ 77 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ ઘોસિત થયો હતો. તો બીજી તરફ ડુનેડિન ખાતે રમાયેલા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેના ત્રીજા વન ડે માં પણ ન્યૂઝીલેન્ડે પાક.ને હરાવીને શ્રેણી અને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 249 રન બનાવ્યા હતા જેમાં ગુપ્ટિલે 35,વિલિયમસન 73 અને રોઝ ટેલરે 52 રન કર્યા હતા જવાબમાં પાકિસ્તાનનો શરૂઆતમાંજ ધબડકો થઇ ગયો હતો અને પ્રથમ 6 વિકેટ માત્ર 16 રણમાં જ ગુમાવી દેતા પરાજય નિશ્ર્ચિત થઇ ગયો હતો.એક સમયે એમ લાગતું હતું કે પાકિસ્તાન કદાચ 50 રન પણ કરી નહિ શકે પણ અંતે પૂછડિયા ખેલાડીઓના સહારે 74 રન કરવામાં સફળ રહી હતી. પાક. વતી સરફરાઝ અને મોહમ્મદ અમીરવા 14-14 રન અને સૌથી વધુ રન નંબર 11 બેટ્સમેન રૂમની રૂઈઝ 16 રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ વતી ફાસ્ટ બોલર ટ્રેવર બોલ્ટ માત્ર 17 રનમાં 5 વિકેટ ઝડપી હતી જયારે ફર્ગ્યુશન અને મુનરોએ બબ્બે વિકેટ ઝડપી હતી.