પૂતિનને કિંમ જોંગ પ્યારા, સીદીભાઇને સીદકાં વ્હાલાં!

  • પૂતિનને કિંમ જોંગ પ્યારા, સીદીભાઇને સીદકાં વ્હાલાં!

નવી દિલ્હી: અમેરિકા અને નોર્થ કોરિયામાં તનાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીને તાનાશાહ કિમ જોંગના વખાણ કર્યા છે. રાષ્ટ્રપતિ પુતિને કિમને એક સમજદાર અને પરીપકવ રાજનેતા બતાવ્યા છે. જ્યારે બીજી બાજુ પરમાણુ હથિયારોને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કિમ વચ્ચે જુબાની જંગ યથાવત છે. પુતિન ગઇકાલે જણાવ્યું હતું કે નોર્થ કોરિયાના કિમ જોંગે પોતાના પરમાણુ અને મિસાઇલ પ્રોગ્રામ દ્વારા પશ્ર્ચિમની સામેનો રાઉન્ડ જીતી લીધો છે. જો કે રશિયાએ સંયુકત રાષ્ટ્રમાં નોર્થ કોરીયાના પરમાણુ કાર્યક્રમની વિરૂધ્ધમાં લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધના પક્ષમાં વોટ આપ્યો હતો. પુતિને જણાવ્યું હતું કે કિમ ખાસ રણનીતિ અંતર્ગત કામ કરી રહ્યા છે અને તેમની મિસાઇલ ક્ષમતાઓની પહોંચ પુરી દુનિયા સુધી છે જે 13 હજાર કિ.મી. સુધી પૃથ્વીના ગોળા પર કોઇપણ જગ્યાને નિશાન બનાવવા સક્ષમ છે. તો બીજી બાજુ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાઉથ કોરીયાના નેતા મુન જેઇ-ઇમને બુધવારે જણાવ્યું હતું કે અમેરીકા નોર્થ કોરીયાની સાથે યોગ્ય સમયે વાતચીત કરવા તૈયાર છે. અમેરીકી રાજદુત નીકી હેલીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ કિમે કેટલોક સમય હથીયારોનું પરીક્ષણ રોકવું પડશે.